________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ : એક પરિચય
ડો. કોકિલા હેમચંદ શાહ
ગ્રંથનું નામ: દ્રવ્યગુણપર્યાયનો રાસ
રચયિતા : મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય એના પર તેમણે પોતે જ ગુજરાતમાં દબો રચ્યો છે. ભાષા : ગૂર્જર ભાષા
સંસ્કૃતમાં ટીકા અન્ય મહાત્માઓએ રચી છે. કુલ ગાથા ૨૨૪ છે ઢાળ ૧૭ છે.
વિવેચન સંપાદન-પ્રકાશન (૧) દિવ્ય દર્શન ટ્રસ્ટ – ધોળકા આચાર્ચ વિજય અભયશેખર સૂરિ. આ ગ્રંથનું પ્રકાશન ત્રણ ચાર પ્રકાશકો દ્વારા થયું છે (૨) શ્રી જૈન સાહિત્ય વર્ધક સભા-અમદાવાદ સં. ૨૦૨૦ (૩) ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.ર, મહેસાણા, ૧૯૯૪ (૪) શ્રી જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ, સુરત.
ન્યાય વિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરના અનેક દુર્બોધ ગ્રંથોમાંનો તર્કબદ્ધ અને શાસ્ત્ર આધારિત એક ગ્રંથ એટલે દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ.” મૂળ ગૂર્જર ગ્રંથ પર સંસ્કૃતવૃત્તિ રચાયેલી હોય એવો ગ્રંથ કદાચ આ એક જ છે. જે જૈન વાડમયમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. શ્રી દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એ એક વિશદ ગ્રંથ છે જેમાં દ્રવ્ય-ગુણ અને પર્યાય – ત્રણેનું સૂક્ષ્મ સ્વરૂપ સમજાવું છે. દ્રવ્ય-ગુણ અને પર્યાય એ ત્રણ શબ્દનું ચિંતન મનન કરવાથી જ્ઞાનની અપૂર્વ પ્રાપ્તિ થાય છે. વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજ્યા વગર કોઈ પણ જીવ ધર્મ લેશમાત્ર કરી શકે નહીં અને વસ્તુ સ્વરૂપ સમજવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન જરૂરી છે. એકની એક વિચારણા જુદા-જુદા નયોની અપેક્ષાએ ભિન્નભિન્ન બોધ કરાવીને સદ્વાદથી તે સર્વ બોધોનો સમન્વય કેવો સુંદર સાધી શકાય છે તેનું દર્શન આ ગ્રંથ કરાવે છે. આ રીતે આત્મામાં એક એવા ચૈતન્યનો વિકાસ થાય છે કે જે દ્વારા તે કોઈ પણ વિચાર ક્ષેત્રમાં ગૂંચવાતો નથી. (ધુરંધરવિજય ગણી) તત્ત્વાર્થસૂત્રમાં ગુણપર્યાય વદ્ દ્રવ્યમ્ (પ-૨૯) સૂત્રમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ત્રણનો ઉલ્લેખ છે. પ્રસ્તુત રાસ પણ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેને સ્પર્શીને છે. બીજી બાજુ, તત્ત્વાર્થમાં જ તથા પ્રસિદ્ધ ત્રિપદીમાં દરેક સત્ વસ્તુને ઉત્પત્તિ, વિનાશ અને ધ્રૌવ્યયુક્ત બતાવી છે. ઉત્પાદવ્યયયુક્ત સત્
દ્રવ્યગુણપર્યાયનો રાસ : એક પરિચય * 423