________________
નામ છે. આમ મા સરસ્વતી પ્રત્યે કવિને જે અંદરમાં પૂજ્યભાવ, ભક્તિ અને ભાવનાથી છલોછલ હૈયું ભરેલું છે તે આદર સહિત થોડા શબ્દોમાં પણ ખૂબ સુંદર રીતે વર્ણન કરે છે.
ત્યારપછી જંબુદ્વીપનું, ભરત ક્ષેત્રનું, મનુષ્ય ક્ષેત્રનું, ૨પા આર્યદેશનું વગેરે વર્ણન છે. આ આર્યદેશનો ગુજરાત પ્રદેશ, તેમાં પાલ્ડણપુર નામનું નગર છે. તેનું વર્ણન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. આ પાલ્ડણપુરનો સર્જનઇતિહાસ પણ સુંદર રીતે વણી લીધો છે. તેમાં હાણવિહાર નામે ખૂબ સુંદર પ્રાસાદ છે. પ્રાસાદની ફરતો ત્રાંબાનો ગઢ છે. તેમાં રૂપાના કાંગરા તથા સોનાના ૧૬ કાંગરા છે. એ ઈન્દ્રપુરીની સાથે વાદ કરતો હોય તેવો છે. તેમાં સોનાના કળશ, રૂપાના દરવાજા, તોરણની પૂતળીઓ છે. એ પ્રાસાદમાં પર દેરી, ૮૪ મંડપ તેમ જ નીલરત્નનું તોરણ શોભી રહ્યું છે. આનાથી નગરનું નામ પાલ્ડણપુર પડ્યું છે. કરોડપતિ લોકો જ ત્યાં વસતા હતા, લખપતિઓને નગરની બહાર વસાવવામાં આવતાં. પૂર્વે અબ્દગઢના રાજા એવા હાલ પરમારે આબુ ઉપરની શ્રી પરમાત્માની પિત્તળની મૂર્તિની ઘોર આશાતના કરી તેને ગાળી નાખી. તેના પાપથી તેને કોઢનો રોગ થયો. રાજા સ્થાન અને માનથી ભ્રષ્ટ થયો. ભટકતાં-ભટકતાં ભાગ્યયોગે તેમને આચાર્ય શીલધવલનો ભેટો થયો. તેમને પોતાનું દુઃખ તથા તેનું નિવારણ પૂછતાં આચાર્યએ જિનપ્રતિમાના દર્શન-પૂજા તથા દાન વગેરે ધર્મકાર્ય કરવા જણાવ્યું. તેણે સુંદર ભૂમિ જોઈ પાલ્ડણપુર નગરી વસાવી. તેમાં હારવિહાર ચૈત્ય બનાવ્યું. તેમાં સુવર્ણમય પ્રતિમાજી બિરાજમાન કર્યા. આનાથી તેનો કોઢ દૂર થયો. રાજ્ય પણ પાછું મળ્યું. આ પાલ્ડણપુરમાં, ઓશ વંશના કુંઅરો સાહ અને માતા નાથીબાઈની રત્નકુક્ષીએ વિ.સં. ૧૫૮૩, માગસર સુદ ૯ ને સોમવારના દિવસે બત્રીસલક્ષણા, પુણ્યવંતા, શાસનોદ્ધારક પુત્રનો જન્મ થયો. ફેબાએ તેનું નામ હીરજી પાડ્યું. હીરજીને ત્રણ મોટા ભાઈ છે. જેમનાં નામ છે સંઘો, સૂરો અને શ્રીપાળ. હીરજીને ત્રણ મોટી બહેનો છે જેમનાં નામ છે – ગુણવંતી, રંભા અને વિમલા.
હીર ખૂબ જ લાડપ્યારમાં મોટો થઈ રહ્યો છે. બાલ હીરને માતાબહેનો તથા ઘરનાં સર્વે સભ્યો ખૂબ ખુશખુશાલ છે. કવિ એમના અંગોનું વર્ણન વિવિધ ઉપમા આપીને કરે છે તે જોઈએ
| (ઢાળ ૧૫-દેશી સુણિ નિજ સરૂપ – રાગ દેશાખ)
356 * જૈન રાસ વિમર્શ