________________
હીરસૌભાગ્યમ્” માં મળે છે. તેમના શિષ્યોમાંથી ૧૩ પંન્યાસ થયા. ઉદયચંદ્ર મુખ્ય હતા. સિદ્ધચંદ્ર નામના શિષ્ય ઘણા હોશિયાર હતા. તેને બાદશાહ પણ ખૂબ મહત્ત્વ આપતા. સિદ્ધચંદ્ર ઘણાં કાર્યો બાદશાહની મદદથી કર્યા છે. જીવદયાના કાર્યો પણ ઘણાં કર્યાં છે. વિસ્તારભયે અહીં ઉલ્લેખ નથી કર્યો. આ ઉપરાંત જેસિંઘ નામે હીરસૂરિના શ્રેષ્ઠ શિષ્ય થયા જેમને હીરસુરિજીએ પોતાના પટ્ટધર તરીકે સ્થાપ્યા હતા. આ જેસિંઘે પોતાના કાર્યો દ્વારા ૩૫ પેઢીને ઉજ્વળ બનાવી તેનો ઇતિહાસ પણ ખૂબ સુંદર રીતે કવિએ અહીં આલેખ્યો છે. જેસિંઘ પૂર્વાશ્રમમાં રાજકુમાર હતા.
કમોસાહને કોડાદે નામે પત્ની હતાં. તેમને ત્યાં ૧૬૦રમાં ફાગણ સુદ પૂનમના દિવસે ગુરુવારે જેસિંગનો જન્મ થયો. તે માત્ર સાત વર્ષના હતા ત્યારે તેમના પિતાએ દીક્ષા લીધી. પોતે આઠ વર્ષના થયા ત્યારે સં. ૧૬૧૩ના જેઠ સુદ ૧૧ના દિવસે માતા સાથે સુરતમાં દિક્ષા લીધી. તેમને ભણીગણીને તૈયાર થતાં સં. ૧૬૬૬માં પંડિતપદ – ખંભાત, સં. ૧૬૨૮માં ઉપાધ્યાયપદ અમદાવાદ, સં. ૧૬૩ માં આચાર્યપદ પાટણમાં સાથે પાટસ્થાપના થઈ હતી.
અકબર બાદશાહે હીરસૂરિ પાસે વચન લીધેલું કે હીરગુરુ તેમના ગુજરાત પહોંચ્યા પછી અકબરની પાસે વિજયસેનને અવશ્ય મોકલશે. આ વચનની યાદ દેતો પત્ર મોકલ્યો. ગુરુની આજ્ઞા લઈ વિજયસેને દિલ્હી જવા માટે સં. ૧૬૪૯ના માગસર સુદ ૩ને દિવસે પ્રયાણ કર્યું. તેમની સાથે ઘણા વિદ્વાન સાધુઓ હતા. તેમાંના નંદવિજય પંડિત આઠ અવધાનના સાધનારા હતા. તેમના આઠ અવધાન જોઈને અકબરે તેમને “ખુરાફીસ” એવું નામ આપ્યું. એ વખતે ત્યાં શૈવ, સંન્યાસી, બ્રાહ્મણ, ભટ્ટ, પંડિત વગેરે જાતજાતના લોકો વાદ કરવા ભેગા થયા. ત્યારે બ્રાહ્મણોએ અકબરને કહ્યું કે, “જેનો વેદ, સ્નાન, ગંગા, સૂર્ય વગેરેને માનતા નથી અને પોતાના અનાદિ ધર્મને જ સાચો માને છે.” ત્યારે અકબરે કહ્યું કે, “બ્રાહ્મણો શું કહે છે?” ત્યારે વિજયસેન જૈન ધર્મનું સ્વરૂપ સમજાવતા જે વાત કરે છે તે કવિની બુદ્ધિમતા છતી કરે છે, એટલું જ નહિ જૈન મુનિરાજો વાદ-વિવાદમાં કેટલા કુશળ હતા અને કેવી રીતે સામા માણસને ધર્મની મહત્તાનું ભાન કરાવતા તે જોઈએ તો ખરેખર મસ્તક અહોભાવથી ઝૂકી જાય છે. આમાંની કેટલીક ગાથાઓ જોઈએ તો,
368 * જૈન રાસ વિમર્શ