________________
મ.સાહેબે સૂરિપદનો પ્રસ્તાવ ઉપાધ્યાય શ્રી પ્રેમવિજય મ.સાહેબ પાસે મૂક્યો, તો સૌ પ્રથમ તો ઉપાધ્યાયજી મ.સાહેબે વજ્રાઘાત સમો આંચકો અનુભવ્યો અને એક બાળકની પેઠે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આ મહાન પદની જવાબદારી વહન ક૨વાનું સામર્થ્ય મારામાં નથી. પવિત્ર સૂરિપદની આશાતના-વિરાધના થઈ જાય તેનાથી હું ડરું છું, ક્ષમા કરો વગેરે રડતાં રડતાં ઘણી કાકલૂદી કરી, પરંતુ ગુરુદેવશ્રી દાનસૂરીશ્વરજી મહારાજા વજ જેવું કઠોર હૈયું કરીને બેઠા હતા. શિષ્યના આંસુઓ એ હૈયાને પલાળી શક્યા નહિ, કારણ કે શાસનરક્ષા અને સંઘરક્ષા માટે સુયોગ્ય વ્યક્તિને રખેવાળી સોંપવાની ગંભીર જવાબદારી તેઓશ્રીના શિરે હતી. પૂજ્ય ગુરુદેવશ્રીની મક્કમ રજૂઆત આગળ શિષ્યે મૌન રહીને સંમતિ આપી. વિ.સં. ૧૯૯૧ના ચૈત્ર સુદ ૧૪ના મહાન દિને રાધનપુરનગરમાં વિશાળ મંડપમાં ભરચક વિરાટ મેદની વચ્ચે અત્યંત ઉલ્લાસપૂર્વ વાતાવરણમાં જૈનશાસનનું ગૌરવપૂર્ણ આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું.
ઓગણીસે એકાણુ વર્ષ રાધનપુર શુભ સ્થાને ચૈત્ર સુદી ચૌદશના દીધું પદ ત્રીજું ગુરુ દાને. ૭
સિદ્ધાંતમહોદધિ પૂ.આ. દેવ શ્રી પ્રેમસૂરીશ્વરજીને નૂતન આચાર્યશ્રી તરીકે ઘોષિત કરવામાં આવ્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રી દાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર તરીકે નૂતન સુરિદેવ આકાશમાંના સૂર્યના તેજસ્વિતા પ્રસરાવી રહ્યા હતા.
પૂજ્યપાદ ગુરુદેવશ્રીની નિશ્રામાં ઉત્સવો, ઉદ્યાપનો, અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, શિબિરો, ઉપાશ્રય આદિના ઉદ્ઘાટનો, તપશ્ચર્યાઓ, અનુષ્ઠાનો, ઉજમણાઓ, તીર્થયાત્રા સંઘો, ઉછામણીઓ, આદિ શાસન પ્રભાવનાનાં કાર્યો થયાં. અદ્વિતીય કોટિના પ્રભાવક પુરુષ તરીકે તેઓનું નામ જૈનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત હશે.
પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ તેમના ૮૫ વર્ષમાં ૬૮ વર્ષ વિશુદ્ધ સંયમની આરાધનામાં અપ્રમત્ત રહી પોતાનો પ્રાણ પૂર્યો. તેઓશ્રીએ ૩૩ વર્ષ સુધી જિનશાસનનું સૂરિપદ શોભાવી, સંઘ અને શાસનની અદ્ભુત સેવા કરી. તેઓશ્રીએ સાધક તરીકે અધ્યાત્મના અજવાળાં પાથર્યાં. તેની ઝાંખી છ ઢાળમાં કરાવ્યા પછી અંતિમ દિવસોની અદ્ભુત સમાધિ, અપાર સહિષ્ણુતા અને અનન્ય સંયમનિષ્ઠાનો પરિચય કરાવી કવિશ્રીએ સાતમી ઢાળમાં એક
ગુરુગુણ અમૃતવેલી રાસ * 401