________________
મૂલ્યાંકન :
રાસ સાહિત્યમાં જૈન સાધુઓએ ઘણું ખેડાણ કર્યું છે. ઉપરોક્ત કાપરહેડાનો રાસ અન્ય રાસની સરખામણીએ મધ્યમ ગણી શકાય. તેમાં તીર્થના માહાત્મ્યનું વર્ણન છે. હાલમાં રાજસ્થાનના તીર્થોની યાત્રા માટે ઘણા શ્રદ્ધાળુઓ જાય છે. પાર્શ્વનાથના અન્ય તીર્થોની સરખામણીએ આ તીર્થ ઓછું પ્રખ્યાત છે. આ તીર્થ ૫૨ ત્રણ રાસ રચાયેલા છે. જેમાંથી એક જ રાસ પ્રકાશિત થયો છે. જ્યારે બીજા બે રાસ અપ્રકાશિત છે. જેની વિગત નીચે મુજબ છે.
૧. કા૫૨હેડા રાસ હર્ષકુશલ ઉપા. રચિત, સંવત ૧૬૮૩, આ રાસની પ્રત અભય ગ્રંથાલય બિકાનેરમાં છે.
૨. કા૫૨હેડા પાર્શ્વનાથ રાસ, હર્ષ કુશલ રચિત સંવત ૧૬૭૩, આ રાસની પ્રત અભય ગ્રંથાલય બિકાનેરમાં છે.
સંદર્ભગ્રંથ સૂચિ:
૧. ખરતર ગચ્છ સાહિત્ય કોશ, લેખક : મહો. વિનય સાગર ૨. પ્રાચીન તીર્થ કાપરડાજી કા ઇતિહાસ, લેખક : જ્ઞાનસુંદરજી મુનિ
૩. તીર્થદર્શન ખંડ-૨, પ્ર.જૈન પ્રાર્થના મંદિર ટ્રસ્ટ, ચેન્નાઈ
૪. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, ભાગ-૧ સં. વિજય ધર્મસૂરિ ૫. ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૩
૬. જૈન તીર્થોનો ઇતિહાસ લેખક: જ્ઞાનવિજયજી
૭. રાજસ્થાન કા જૈન સાહિત્ય : પ્ર. પ્રાકૃત ભારતી જ્યપુર
૮. ઋષિદત્તા રાસ : પ્ર.એલ.ડી. ઇન્ડોલોજી, અમદાવાદ
૯. મધ્યકાલીન રાજસ્થાન મેં જૈન ધર્મ : પ્ર.પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન વારાણસી.
શ્રી કાપરહેડા રાસ * 419