________________
– ઈ. સ. ૧૬૦૩માં આ મંદિરનું નિર્માણ શરૂ થયું.
જોરા નામના શિલ્પીની દેખરેખ હેઠળ તે તીર્થનું નિર્માણ થયું. ૧૦ વર્ષ સુધી કાર્ય ચાલ્યું. મંદિર જમીનથી ૧00 ફૂટ ઊંચું છે. ચૌમુખ અને ચાર માળનું મંદિર છે. દૂરથી તેની ધજા દેખાય છે. મૂળનાયકની પ્રતિષ્ઠા સં. ૧૯૭૮માં વૈશાખ સુદ ૧૫ ના દિવસે જોધપુરનરેશ ગજસિંહની હાજરીમાં ભાણા ભંડારીના પરિવારે કરી છે. તેમ શિલાલેખ પરથી જણાય છે. રાજ્ય તરફથી નિભાવ માટે રૂ.૩૦ મળતા હતા. સં. ૧૬૮૮માં પરિકરની પ્રતિષ્ઠા થઈ હતી. સમયના વહેણની સાથે ગામમાં જૈનોની સંખ્યા ઓછી થઈ અને મંદિર જીર્ણ થયું. ત્યારે આચાર્ય નેમિસૂરીશ્વરજીની નિશ્રામાં સં. ૧૯૧૮માં પુનઃ પ્રતિષ્ઠા થઈ. ઉલ્લેખઃ
સંવત ૧૭૨૧માં રચાયેલા પં. મેઘવિજયકૃત પાર્શ્વનાથ નામમાલામાં આ તીર્થનો ઉલ્લેખ જોવા મળે છે.
મુનિ ખુશાલવિજય રચિત પાર્શ્વનાથ છંદમાં પણ આ તીર્થનો ઉલ્લેખ જોવા મળે છે.
કૃતિની ભાષા તથા કેટલાક શબ્દોનો પરિચય - આ રાસમાં રાજસ્થાની ભાષા છે. મારું ગુર્જર પણ કહી શકાય. - પ્રાચીન લિપિ અનુસાર ખ ના સ્થાને ષ તરીકે વપરાય છે.
-- બલિહારી, ભૂઈ, પારસનાથ, પરમારથ, ભાગબલી, શ્રીપૂજ, તંબોલ, હૈજ, ફદીયા, દોકડા, દપટ, પરઠ, અણગંજી, પિસુણ, પરતો, અહીઆલ, મરદ જેવા પ્રાચીન શબ્દો જોવા મળે છે.
નિરખી નિરવાહો નિપુણ નારાયણ ભંડારી નામ કી હુકમ દિયો હાજર હુઈ કિણ હી અવર ન ચાલે કામ કી ભાની છાની નહી ભુવણી અદ્દભૂત દાન ધનદ અહિનાણ કિ. ભાગબલી ભાનો ભલૌ સુજસ કીયો સાથે સંસાર કિ. મેલિ હતી ઘણ મેલીયા પાણી બીજૈ નવિ પહુંચાઈ કી. સખત્રિહાંડી લાપસી ભાભૈ માયા ભલ ભાઈ કી. નાકારો કિણકી નહી દુખીયા દપટે કીજે દાન કિ.
શ્રી કાપરહેડા રાસ +417