________________
પં. દયારત્નવિરચિત શ્રી કાપરહેડા રાસ
કુણાલ કપાસી
કાપ૨હેડાનો રાસ, કથાવસ્તુ :
કર્તાએ રાસની શરૂઆતમાં કાપરડા તીર્થના મૂલનાયક સ્વયંભૂ પાર્શ્વનાથને યાદ કરીને ગુરુને યાદ કર્યા છે. શરૂઆત કરતા કહે છે કે આ યુગમાં એક આશ્ચર્યની સૌ પ્રથમ સં.૧૬૭૦માં ખરતર ગચ્છના આચાર્યાંય શાખાના આચાર્ય જિનચંદ્રસૂરિને જોધપુરમાં પ્રથમ સંકેત મળ્યો કે કાપરહેડામાં ત્રણ બાવળની તળેટી પાસે ત્રણ વાંસ પ્રમાણ જમીનમાં પાર્શ્વનાથની પ્રતિમા છે.” તે સંકેત મુજબ આચાર્ય ત્યાં આવ્યા પરંતુ કાર્ય સિદ્ધ થયું નહીં પછી તેમણે મેડતામાં જઈને જાપ કર્યો ત્યારે દૈવી સંકેત મળ્યો કે ત્યાં જમીનને સૂંઘજો જ્યાં સુગંધી જમીન જોવા મળે ત્યાં દૂધ સિંચન કરજો ત્યાં પ્રતિમા પ્રકટ થશે, તે પ્રમાણે કરતાં, સં. ૧૬૭૪માં પોષ વદ ૧૦મીના દિવસે જમીન પ૨ ઉજ્જ્વળ વડના અંકુર જેમ પ્રગટ થયો. ધીમે ધીમે મૂર્તિ પ્રગટ થઈ. ૧૧ લાખ વર્ષ પહેલા ત્યાં ચૌમુખ પ્રાસાદ હતો. ત્યાર બાદ તીર્થના નિર્વાહ માટે નારાયણ ભંડારીને યોગ્ય જાણી તે પ્રમાણે મંદિર ક૨વા માટે કહેવાયું. નારાયણ ભંડારી ભાણાનો પુત્ર હતો. ભાણા ભંડારી રાજ્યના મોટા અધિકારી હતા. તેમણે પોતાનાં કાર્યોથી યશ પ્રાપ્ત કર્યો હતો. સંવત ૧૬૦૫માં માગસ૨ સુદ ૩ ના દિવસે મંદિર બનાવવાનો પ્રારંભ થયો. સંવત ૧૬૭૬માં પદ્મશિલાનો પ્રારંભ થયો અને પાર્શ્વનાથજીને પીઠ પર સ્થાપન કર્યા. તે સમયે લોકો ત્યાં ભેગા થયા હતા. રાજસ્થાનમાં પાણીની અછત હોવાથી આવા પ્રસંગે પાણી પણ પહોંચાડવું ભારે પડે ત્યારે ભાણ ભંડારીએ લોકોને લાપસીના મિષ્ટાન્ન સાથે જમાડ્યા હતા અને સાથે મુખવાસ અને રોકડ (દોકડા)થી પ્રભાવના કરીને લોકોનાં દુઃખ દૂર કર્યાં. આચાર્ય અને ભાભા બંનેને દેવ હાજરાહજૂર હતા. ત્યાં ઉત્તમ મંદિર જોઈને દેવો પણ આવીને ભક્તિ કરવા લાગ્યા ત્યાં શાસનના રક્ષક ગોરા, કાળા, રંગ તીથા, ષગ, વગેરે ક્ષેત્રપાલોનો વાસ થયો. સાત ફણાથી પાર્શ્વનાથ શોભતા હતા. સંવત ૧૬૮૧માં વૈશાખ સુદ ૩ના દિવસે દંડ, કળશ અને ધજાનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. દેશ દેશાવર પત્રિકા મોકલાવાઈ, ગામોના ગામોને
શ્રી કાપરહેડા રાસ * 415