________________
આપ્યા વિના જો લેવામાં આવે તો તે અદત્તદાન કહેવાય છે એ કવિએ
બતાવ્યું છે. ૯. રાસના અંતે સમયસુંદરજીએ મનુષ્યની નશ્વરતા વિશે તથા કરેલા કર્મ
વિશે મન, વચન અને કાયાથી પ્રભુ પાસે મિચ્છામિ દુક્કડું કહે છે. જેમ દૂધમાં સાકર ભાવે છે તેમ જિનધર્મ પણ અતિ મીઠો-અને રસાળ છે
એવું કવિ સમયસુંદરજી કહે છે. ૧૦. અંતે સમયસુંદરજી કહે છે કે શત્રુંજય પરના શણગાર ઋષભદેવને
વિનંતી કરે છે, આપ પાપોને ધોઈ નાખજો અને આપ મારા માટે ગતિ,
મતિ અને ધણી છો. અને નત્-મસ્તક થઈ વંદન કરે છે. ૧૧. આ રાસમાં સમયસુંદરજીએ ગાગરમાં સાગર સમાય એવો ગહન-ગૂઢાર્થ
ઉપદેશ આપેલ છે. કદમાં આ રાસ ખૂબ નાનો છે પણ મનુષ્યના આયખાને રજૂ કરતો આ રાસ મનુષ્યની ક્ષણભંગુરતાને તોડી જાય છે અને પ્રભુના ચરણમાં સમાઈ જાય છે.
આમ કવિ સમયસુંદરજીએ લખેલ આ રાસ સમગ્ર માનવજાતિના પ્રાયશ્ચિત્તનું નિવેદન કરે છે અને સાહિત્યપ્રેમીજનોને પ્રિયકર થઈ સુંદર, સુરત ફળ આપનારો બને તથા સમગ્ર માનવજાતના હૃદયનું એક દર્પણ બની રહે છે. જે દર્પણની મલિનતાને દૂર કરી આ દુન્યવી સાગર તરી જવાનો પ્રયત્ન કરે છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આ રાસ ઉત્તમ અને ગહન છે.
414* જૈન રાસ વિમર્શ