________________
સાક્ષીએ) જે મેં કર્મ સેવ્યાં છે. તેમને બક્ષ માફ કર મારા નાથ! (મા-બાપ) કવિ સમયસુંદરજી રાસાન્તે એક રસપ્રદ દૃષ્ટાન્ત આપે છે, જેમ દુધમાં સાકરનું મિશ્રણ ભાવે તેમ જિનધર્મનું મિશ્રણ મને ભાવે છે. શત્રુંજય પરના શણગાર એવા ઋષભદેવ રાયજી મારાં પાપોને તું ચકનાચૂર કરજે. જિનધર્મનો મર્મ એટલે કે પાપ ધોવાઈ જાય. મન, વચન, કાયાથી મિચ્છામી દુક્કડં કહેતા હર્ષ થાય છે.
તું ગતિ તું મતિ તું ધણીજી, તું સાહિબ તું દેવ! આણ ધરું સિરિ તાહરીજી, ભાવિ તોરી સેવ.
અર્થાત્ એવાં તું જ મારા માટે ગતિ, મતિ અને ધણી છે. તું સાહેબ તું દેવ. તારા સમક્ષ મારું મસ્તક ધરી હું પાપોનું પ્રાયશ્ચિત્ત કરું છું. જન્મજન્મમાં તું મને મળે. આમ શત્રુંજય ચડીએ, નાભિનંદનને ભેટવા હાથ જોડી આપ મારા સર્વે પાપ ધોઈ નાખજો. એવું નિવેદન રાસાન્તે થયું છે. જિનચંદ્રસૂરિ સદ્ગુરુના પ્રથમ શિષ્ય તથા સકળચંદ્રગણિ સમયસુંદરજી સમકાલીન હતા, તેની નોંધ ૨ાસાંતે લેવાઈ છે.
સમીક્ષા :
૧.
પ્રસ્તુત રાસમાં સમયસુંદરજીએ ખૂબ જ નિર્મળ મનથી પ્રભુને પ્રાર્થના અને પાપોનું નિવેદન કર્યું છે.
૨.
આ રાસ વાંચતા આપણને એવું લાગે છે કે આપણે પણ ઋષભદેવ પ્રભુને પ્રાર્થી રહ્યા છીએ કે અમારા પણ જન્મ-જન્માન્તરોનાં પાપ ધોવાઈ જાય. આમ તાદશ ચિત્ર ખડું થાય છે જેમ કે :
૩.
ભવસાગર ભમતા થકાજી, દીઠા દુ:ખ અનંત ભવસાગર તું ભેટીયઉજી, ભયભંજણ ભગવંત
પ્રસ્તુત રાસમાં સમયસુંદરજીએ ખૂબ માર્મિક અને ગહનતાથી તત્ત્વજ્ઞાનને રજૂ કર્યું છે, જેમ કે; મનુષ્ય પાસે બે દૃષ્ટિ છે. એક સમ્યક્ત્વ બીજી મિથ્યાત્વ. પરંતુ મનુષ્ય કઈ દૃષ્ટિથી જોવું તે મનુષ્યે નક્કી કરવાનું છે. એ માટે કવિએ એક સુંદર શબ્દ આપ્યો છે. ગાડરિયો પ્રવાહ’ જેમ લોકો એક પછી એક કંઈ પણ જોયા વિના આવું અનુકરણ કરે એ પ્રભુના મર્મને પામી શકતા નથી. એની ખૂબ જ તાત્ત્વિક વાત કરી છે. એને આપણે વેદાંતની પરિભાષામાં અધ્યારોપ-અપવાદ સાથે 412 * જૈન રાસ વિમર્શ