________________
છે. જૈન શાસ્ત્રો મુજબ મહાપવિત્ર શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવામાં કહેવાયું છે કે “તીર્થ પાથરજા વિરજી ભવન્તિ, તીર્થપુ બભ્રમણતો ન ભવે ભ્રમન્તિ’ એટલે કે તીર્થ અને તેમાં પણ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના રસ્તાની ધૂળથી આત્મા ઉપરની કર્મરૂપી ધૂળ દૂર ફેંકાઈ જાય છે. આ મહાતીર્થમાં ભ્રમણ કરવાથી ભવમાં ભમવાનું મટી જાય છે. આવા જ તીર્થાધિરાજ શત્રુંજય પર શ્રી સમયસુંદરજીએ શત્રુંજય મંડન રાસની રચના કરી છે જે આ પ્રમાણે છે. આ રાસ મધ્યકાલીન રાસા સાહિત્ય' પુસ્તકમાંથી લીધો છે. વિષયવસ્તુઃ
સમયસુંદરજીએ પ્રસ્તુત રાસમાં શ્રી ગુરુભ્યો નમઃ || એ મંગલચરણથી રાસનો પ્રારંભ કર્યો છે.
બે કર જોડી વિનવું જી, સુણિ સામી સુવિદીત; કુડ કપટ મૂકી કરીજી, વાત કહું આપ વીત
અર્થાત્ “બે હાથ જોડી હું વિનવું છું, કૂડ-કપટ મૂકીને આપ સમક્ષ એક વાત કહું છું કે, હે કૃપાનાથ! મારી વિનંતી આપ ધરશોજી.” આવી પ્રાર્થના સાથે રાસનો ઉઘાડ થયો છે. તું તો પ્રભુ) ત્રિભુવનને સમર્થ છે. કૃપાનાથ મારી વિનંતીનો સ્વીકાર કરજો. એવું નિવેદન કરે છે. આગળ કવિ. કહે છે કે ભવસાગરમાં ભમતા અમે થાક્યા છીએ, દુઃખો પણ અનંત જોયાં છે, જે દુઃખ આપણું ભાંગે એને દુઃખની વાત કરવી જોઈએ. પરદુઃખ ન ભાગે એને સુખની વાત કરવી જોઈએ. જો આલોચના લીધા વિનાના જીવને સંસારમાં ઘણો કાળ ભમવું પડે છે. જેમ લક્ષ્મણા બાળથી બ્રહ્મચારિણી સાધ્વી અતિ તપ કરવા છતાં પણ અતિચારની આલોચણા ન કરવાથી અનંત ચોવીશી ભમી હતી. એનું કવિ સદૃષ્ટાન્ત ઉદાહરણ આપે છે.
જેમ મા-બાપ પાસે કંઈ વાત કરતા બાળક શરમાતો નથી. તેમ આજે તમારી પાસે હું પાપનું નિવેદન કરીશ. જનધર્મ બધાંયે કહ્યું, પણ સ્થાપના કરવી છે આજે મારી વાતની એવી આજની પરિસ્થિતિ છે. સામાચારી ઘણી છે, એટલે કે સમ્યકત્વના તથા મિથ્યાત્વના પણ જાણે-અજાણે સિદ્ધાંત વિરુદ્ધ (ઉસૂત્ર-સિદ્ધાંતસૂત્ર વગર) કંઈ બોલાયેલું હોય, રતને કાગ ઉડાવ્યા હોય. હવે હું આ જનમમાં હારી ગયો છું. ભગવંતે જે ઉપદેશ આપ્યો તે ક્યાં છે? હાથી-પાખર, ખર (ગધેડો), તે બધાં કર્મના બંધનથી બાધિત છે. હે
410 જ જૈન રાસ વિમર્શ