________________
૧૬૪૮માં લાહોર ગયા ત્યારે તેમની સાથે ગયેલા ૩૧ સાધુઓમાં સકલચંદ્ર ગણિ, મહિમરાજ, સમયસુંદરજી વગેરે પણ હતા. તે સમયસુંદરજીએ રાનાનો વત્ત સૌરવવત્ આઠ અક્ષરના આ વાક્યના આઠ લાખ અર્થ કરી બતાવી, પોતાની ‘અષ્ટલક્ષી' કૃતિ વડે અકબર બાદશાહને ખુશ કર્યા હતા.
સંવત ૧૬૪૯માં ફાગણ સુદ બીજને દિવસે શ્રી જિનચંદ્રસૂરિએ સમયસુંદરને લાહોરમાં વાચનાચાર્યનું પદ આપ્યું હતું. એ જ વખતે આચાર્યશ્રીએ વાચક મહિમરાજને આચાર્યની પદવી આપી શ્રી જિનસિંહસૂરિ એવું નામ આપ્યું હતું. એટલે જ આ સમય પછી લખાયેલી ‘સાંબપ્રદ્યુમ્ન પ્રબંધ’, ‘ચાર પ્રત્યેક બુદ્ધનો રાસ', મૃગાવતી ચિરત્ર' વગેરે કૃતિઓમાં સમયસુંદર પોતાને ‘વાચક સમયસુંદર' તરીકે ઓળખાવે છે. આ સમય દરમિયાન સમયસુંદરે ગુજરાતી ભાષામાં રાસ, પ્રબંધ, ગીતો, સ્તવનો, છત્રીસી વગેરે પ્રકારનાં કાવ્યો પણ લખવાનાં શરૂ કરી દીધાં હતાં. કવિવર સમયસુંદરજીને જુદેજુદે સ્થળે ફરવાનું અને ચાતુર્માસ દરમિયાન સ્થિર થવાનું બનતું. એમણે પોતાની કૃતિઓમાં એ સ્થળોનો ઉલ્લેખ કર્યો છે, તેમણે અહિંસાનો પ્રચાર-પ્રસાર કરી અને પ્રાણી હિંસા અટકાવી હતી.
શિષ્ય પરિવાર :
સમયસુંદરજીનો શિષ્ય પરિવાર વિશાળ હતો. એમના લગભગ ૪૨ જેટલા શિષ્યો હતા. સમયસુંદરજીએ સુદીર્ઘ આયુષ્ય ભોગવ્યું હતું. દીક્ષા પછી નાની વયથી જ એમનું જીવન સંયમી અને તેજસ્વી બન્યું હતું. સાધુ તરીકે અને સાહિત્યકાર તરીકે તેમણે એક પછી એક સિદ્ધિઓ મેળવી હતી. તેમણે પોતાના ચારિત્ર્ય અને વ્યક્તિત્વને ખૂબ ખીલવ્યું. વિદ્વત્તા, ગુણગ્રાહકતા અને ઉદારતાને લીધે તેઓ માત્ર પોતાના ગચ્છના નહિ, પણ સમગ્ર જૈન સમાજના સર્વમાન્ય સાધુ બની ગયા હતા. એમણે સંવત ૧૬૮૭માં ગુજરાતમાં પડેલા ભયંકર દુકાળ વિશે ‘સત્યાસીયા દુષ્કાળ વર્ણન છત્રીસી'માં આબેહૂબ વર્ણન કર્યું હતું.
આમ સમયસુંદરે લગભગ નેવું વર્ષનું આયુષ્ય ભોગવ્યું. અવસાનના ત્રણેક વર્ષ પહેલાં એમણે દ્રૌપદી ચોપાઈ’ જેવા સુદીર્ઘ કાવ્યની રચના કરી હતી. એ બતાવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ એમણે લેખનપ્રવૃત્તિ ચાલુ રાખી
હતી.
408 * જૈન રાસ વિમર્શ