________________
સાહિત્યસેવા:
સમયસુંદરની સાહિત્યસેવા વિપુલ તથા ઉચ્ચ કોટિની હતી. તેમણે સંસ્કૃત, પ્રાકૃત તેમ જ ગુજરાતી ભાષામાં કૃતિઓની રચના કરી છે. વિશાળ સાહિત્ય સર્જન કર્યું છે તે જોતાં એક વિદ્વાન અને સમર્થ પંડિત તરીકે અને ઉચ્ચ કક્ષાના એક સાહિત્યકાર તરીકે તો એમની પ્રતીતિ અવશ્ય થાય જ. સંસ્કૃત ભાષામાં કવિએ ભાવશતક, રૂપકમાલા અવચૂરિ, કાલિકાચાર્યકથા, સમાચારીશતક, વિચારશતક, વિશેષશતક, ગાથાસહસ્ત્રી વગેરે જેવી અને બીજી કેટલીક નાની મોટી કૃતિઓની રચના કરી છે. ગુજરાતી ભાષામાં સમયસુંદરજીએ રાસ, ચોપાઈ, સ્તવન, સઝાય, ગીત-ચોવીસી-છત્રીસી વગેરે પ્રકારો ખેડ્યા છે. ગુજરાતીમાં પણ એમનું સર્જન અત્યંત વિપુલ છે અને એમને એક ઉત્તમ રાસકાર અને ગીતકાર તરીકે પ્રતિષ્ઠા અપાવે છે. સર્જનાત્મક સાહિત્યમાં સમયસુંદરે રાસ અને ગીતમાં ઉચ્ચ પ્રકારની સિદ્ધિ મેળવી છે. ભાષાની સકમારતા વર્ણનોની તાદશતા અને આલેખનની સચોટતા સાથે એમણે રાસનું સર્જન કર્યું છે. એમાં એમની ઉચ્ચ કવિપ્રતિભા પ્રસંગે પ્રસંગે ઝળકી ઊઠે છે. એમનું ‘અષ્ટલક્ષી' ગ્રંથ અનેકાર્થ સાહિત્યમાં અદ્વિતીય છે. એક પદના આઠ લાખ અર્થ એ તો એમની વાણીની વિશેષતા દર્શાવે છે. એમને અનેક ભાષાઓનું જ્ઞાન હતું તથા સંગીતનો પણ એમને વિશેષ જ્ઞાન હતું.
સમયસુંદરજીના સમકાલીન કવિ ઋષભદાસે સંવત ૧૬OOમાં રચેલા કુમારપાલ રાસ'માં સમયસુંદરની પ્રશંસા કરતાં લખ્યું છે :
સુસાધુ હંસ સમયો સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલ હું મુરખ બાલ.
જે સમયે સમયસુંદરજીનું સાહિત્ય હજુ સર્જાઈ રહ્યું હતું એ સમયે ઋષભદાસે કરેલા આ ઉલ્લેખ પરથી ખાતરી થાય છે કે સમયસુંદરે એમના પોતાના સમયમાં જ ઘણી પ્રતિષ્ઠા મેળવી હતી.
સમયસુંદર ખરેખર અસાધારણ ઉચ્ચ પ્રતિભા ધરાવનાર પ્રખર વિદ્વાન, સમર્થ સાહિત્યકાર, પ્રતિભાશાળી કવિ અને તેજસ્વી સાધુ હતા. રાસ-સાહિત્ય:
જેનોમાં મહત્ત્વના પાંચ તીર્થોમાંનું એક તીર્થ પાલિતાણા (શત્રુંજય)
શત્રુંજયમંડન રાસ *409