________________
ભગવંત! આપે ઉત્સર્ગનો આકરો માર્ગ પ્રરૂપેલો છે. જેમ ઉપદેશમાળામાં માસાહસ પંખી’નું દૃષ્ટાન્ત છે, જેમાં જે સિંહની દાઢમાંથી માંસ ખાય અને વૃક્ષ ઉપર બેસી ઉપદેશ આપે કે સાહસ ન કરો. (માંસાહાર ન કરો.) આ સંસાર પણ દુ:ખોથી ભરેલો છે. ક્યાં જઈને પોકાર કરું. જાણું છું એટલું કરું છું, ઉદ્યમ હોય તેટલો વિહાર કરું. ધી૨જ જીવને નથી તે અનંત મહાસાગરમાં ભમી રહ્યો છે. માટે તો જન્મ-મરણના ફેરામાં ફસાયો છું.
સહજતાથી મારી વાત કરું તો મને આવી ભૂંડી વાત ન ગમે. મને પરનિંદા કરતાં થાક ન લાગે, દિવસ-રાતનો એ ભેદ ન જાણું. આગળ વધતાં કવિ કહે છે કે મારા એવા ગુણો નથી તો તેને હું રોજ પ્રશંસુ. વિદ્યા ભણ્યો હું વાદ માટે, ૫૨૨જનના ઉપદેશ માટે. મનનો સંવેદ ધર્યો. નહીં તો સંસારને કેવી રીતે તરીશું? સૂત્ર સિદ્ધાંત વાંચતા જ કર્મવિપાક સાંભળી એક મનમાં વિચા૨ ઊપજે. મારો વૈરાગ તો મરકટ જેવો છે. એમ કવિ કહે છે કે ત્રિવિધના દુઃખોને દૂર કરી એટલે કે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એમ ત્રણે પ્રકારે શાંતિ જોઈએ તથા તમારું સાનિધ્ય સદાય જોઈએ. વારંવા૨ છૂટવા પ્રયત્ન કરું છું પણ નથી કરી. પરંતુ આ ભવસાગ૨માં હું ભટક્યો છું, એમ કહી વિ સમયસુંદરજી પ્રભુ પાસે ખુલ્લા મને નિવેદન કરે છે.
અણ કીધું લીઈ ત્રિત્રુંજી, તઉહિ અદત્તાદાન ઃ
તે દુષણ લાગાં ઘણાજી, ગિણતા નાવઈ ગાન.
અર્થાત્ કવિ કહે છે કે ક્યારે પણ આપ્યા વિના લેવું નહીં અને આપતી વખતે ત્રણ ઘણું આપવું. લેતી વખતે તણખલા જેટલું લેવું તોય પણ જાણે ગુપ્તદાન કરવું અને આપ્યા વિના લેવામાં આવે તો તેને અદત્તાદાન કહેવાય એ બરાબર સમજવું એવું કહ્યું છે. આ સંસારમાં ચંચળ આ જીવ રહી નથી શકતો. રમણરૂપમાં ખોવાયેલ કામવિટંબણ હું તમારે સમક્ષ શું કહું? તું બધું જ જાણે છે. તું તો સર્વજ્ઞ-સર્વનિયંતા છે.
માયા-મમતામાં જીવ ફસાયો છે. અધિકથી વધારે લોભ કર્યો છે. પરિગ્રહને તો દૂર રાખ્યો અને સંયમનો ક્યારે ક્ષોભ ના કર્યો. મને અનેક પ્રકારના દોષ લાગ્યા છે. રાત્રિભોજન દોષ, વગેરે જેવા આવા અનેક દોષ વિષે મન મૂકીને હું વાચા નથી આપી શકતો. ધર્મમાં ક્યારે સંતોષ રાખ્યો નથી. આ ભવે આ-ભવે કરીશું એમ કરી-કરીને ૮૪ લાખ યોનિમાં હું ફસાયો. આજે હું “મિચ્છામી દુક્કડ' કહું છું. ભગવંત તારી સમક્ષ (તારી
શત્રુંજય-મંડન રાસ * 411