________________
આમંત્રણ અપાયા હતા. ગામોગામથી માણસો પણ પહેલાથી જ આવી ગયા હતા. તે દિવસે દાલ, લાપસી, ભાત, શાકનું ભોજન કરાવાયું, દેશદેશના સંઘને ઉદારતાથી જમાડ્યા હતા. ભાણના પુત્ર નારાયણ ભંડારીએ બ્રાહ્મણોને સોનું અને ગાયનું દાન કર્યું હતું અને ભોજક, ભાટ, ચારણ વગેરેને પણ મોં માંગ્યું દાન આપ્યું હતું. ત્યારથી ત્યાં પ્રધાનની સૂચનાપૂર્વક ચૈત્રી પૂનમનો મેળો નક્કી થયો. પાર્શ્વનાથના જાપથી નારાયણ ભંડારીનું ધન અખૂટ થયું હતું. તે જાણે બીજો નારાયણ હતો. તે દેવ અને ગુરુનો રાગી હતો તે નરસિંહ અને સોઢો એમ બંને નારાયણના ભાઈ હતા. અને તારાચંદ અને ખેંગાર, કપૂરચંદ ભાણ ભંડારીના પૌત્ર હતા. પાર્શ્વનાથની કૃપાથી તેમના કુટુંબની વૃદ્ધિ થઈ. તેઓ જે પણ સેવાકાર્યો આદરતા તે બધામાં તેઓ નિર્વિને સફળ થતા હતા. આચાર્ય જિનચંદ્રની પાટે હર્ષસૂરિ આવ્યા તે પણ પાર્શ્વનાથની કૃપાથી પ્રભાવક થયા. પાર્શ્વનાથને જે કોઈ અદેખાઈથી માને નહીં તેમને સજા થતી હતી. એમ વારંવાર અહીં ચમત્કારો જોવા મળતા. પોષ વદ ૧૦ના દિવસે ત્યાં પાણીથી દીવો થતો હતો. માત્ર સાત શેર લાપસીમાં સંઘ અને ગામ જમતા હતા. તેનો પરચો રાજાને પણ થયો હતો. પાર્શ્વનાથ દેવોના પણ દેવ છે. અને અભિમાની કરતા પણ વધારે વટવાળા હતા. તેમની કૃપાથી પુત્ર, પત્ની વગેરે પ્રાપ્ત થતા હતા. ટૂંકમાં તેમની કૃપાથી લોકોનાં દુઃખ દૂર થતાં હતાં. પાર્શ્વનાથ કલ્પવૃક્ષ સમાન હતા. તેમનો પ્રભાવ પ્રત્યક્ષ જોઈને કવિની આંખોમાં પૂર આવ્યાં તેથી તેમણે હર્ષપૂર્વક કાપરડામાં આવીને રાસની રચના કરી. આ રાસને જે ભણશે, અને જે સાંભળશે તેનું કલ્યાણ થશે અને બધી જ આશા પૂરી થશે. સંવત ૧૬૯૫માં હર્ષસૂરિના રાજ્યમાં તેમના શિષ્ય દયા રત્નએ આ રાસથી શ્રી પાર્શ્વના ગુણગાન ગાયા છે.
કર્તા પરિચય: કૃતિના કર્તા પં. દયારત્નજી છે. તે જૈન ધર્મના ખરતરગચ્છના આચાર્યાય શાખાના સાધુ હતા. જોકે ખરતરગચ્છની પટ્ટાવલીમાં તે આદ્યપક્ષના છે તેમ જણાય છે. તેમણે ઈ.સ. ૧૫૬૯માં
ન્યાયરત્નાવલી' નામના ગ્રંથની રચના કરી હતી. જે અપ્રકાશિત છે. કર્તાની અન્યકૃતિઓ પ્રાપ્ત થઈ નથી. આ માહિતી પર જણાય છે કે તેઓ સંસ્કૃત અને રાજસ્થાની ભાષાના જાણકાર હતા. તીર્થ પરિચય:
- કટિહેટક, કાપડહેડા, કાપરડા એમ નામથી આ તીર્થ પ્રખ્યાત છે. 416 * જૈન રાસ વિમર્શ