________________
દિવ્યામૃત પૂ.પ્રેમવિજય મ.સાહેબના હૃદયે વસ્યું હતું.
મિષ્ટ અન્ન મેવાને લાદિ પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ્યો સાઠ વરસના વ્હાણા વાયા ઔષધ બહાને ન ચાખ્યાં. ૫
સંયમના ૫૦ વર્ષ સુધી તેઓશ્રીએ નિરંતર એકાસણાં કર્યાં. મહિનાઓ અને વર્ષો સુધી માત્ર રોટલી અને દાળ બે દ્રવ્યથી જ એકાસણાં કર્યા, ઔષધના બહાને પણ ગુરુદેવે રાગ ઉત્પન્ન થાય તેવાં દ્રવ્યોનો ઉપયોગ કર્યો ન હતો.
શ્રમણોના સંયમને વધુ નિર્મલ કરવા સારણા, વારણા, ચોયણા અને પડિચોયણાથી શ્રમણોને સંયમમાં સ્થિર કરતા, સમિતિ-ગુપ્તિના પાલનમાં વધુ ચોક્કસ બનાવતા, સ્વાધ્યાદિમાં તલ્લીન બનાવતા, તપ-ત્યાગના સાધક બનાવતા અને વિનયાદિ ગુણોની ખિલવણી કરતા. સ્વાધ્યાયની સાથોસાથ એમનું જીવન તપ અને ત્યાગથી શોભતું હતું. આવું તપમય જીવન હોવા છતાં તબિયત અસ્વસ્થ બની, ફરતા વાનો દુખાવો શરૂ થયો. પચાસ પચાસ વર્ષ સુધી આ વ્યાધિની વેદનાને તેઓશ્રીએ પ્રસન્ન વદને સહી.
પરિષહ તો તે વેશ્યા, ભારી વાયુ ફરતે દેહે હો ગુરુવાર પીડે અતિશય માઝા મૂકીને દુશમન જિમ નિજ ગેહે. ૨ હૃદયરોગ પણ સહ્યો જીવનમાં ખર અંતિમ વરસમાં હો વેગ વધે જબ તેહતણો તબ દુઃખ આવે બહુ વસમા હો. ૭
જીવનના અંતિમ છ વર્ષોમાં હૃદયરોગના હુમલાથી ગુરુદેવનું જીવન કસોટીની એરણ પર ચડ્યું હતું. પ્રોસ્ટેટ ગ્રન્થિનો રોગ પણ શરીરમાં પ્રવેશી ચૂક્યો હતો. આટલી બધી ગંભીર માંદગીમાં પણ તેઓશ્રીએ સહન કરવામાં સહેજ પણ પાછી પાની કરી ન હતી. જીવલેણ પરિષદોમાં પણ સમતાભાવ ધારણ કરવો એ આ મહાપુરુષનું આગવું લક્ષણ હતું.
સહનશીલતા વાત્સલ્ય તાહરું બ્રહ્મચર્ય વિશુદ્ધ હો વેગે વરની જગત જીવનમાં લઘુતાવળી અદ્ભુત હો. ૨૮
ચોથી ઢાળમાં સ્વર્ગસ્થ ગુરુદેવના સહિષ્ણુતા, વાત્સલ્ય, સરળતા, પાપભીરુતા અને લઘુતા જેવા ગુણોના નિધિ સમા આ પરમ બ્રહ્મચારી મહાપુરુષના ઉચ્ચતમ જીવનનાં દર્શન થાય છે.
ગુરુગુણ અમૃતવેલી રાસ 399