________________
વખત જગડુના પુત્રે સગડીમાં તાપ કરવા ઘાસ નાખ્યું તેની સાથે છોકરમતમાં ઈંટ પણ નાંખી. તેથી મીણ ઓગળ્યું એટલે ખુલ્લી થયેલી સોનાની ઈંટો નજરે પડી. ત્યારે તેની સ્ત્રીએ કહ્યું ‘આમ જુઓ.' આપણી મીણની ઈંટો તો સોનાની થઈ ગઈ. તે ઉ૫૨થી જગડુએ જોયું તો તેને સોનાની ઈંટો જણાઈ. તેની પરીક્ષા કરાવી તો તે સોનાની જ નીવડી. એટલે તે બધી ઘરમાં લાવી મીણ છૂટું પાડી વેચી. બધી ઈંટો ૫૦૦ હતી. તેણે સ્ત્રીને કહ્યું ધર્મગુરુને બોલાવો અને તેમણે કહેલા ધર્મમાં ધન વાપરો.' કારણ કે ધન હંમેશા રહેતું નથી. જગડુશાએ મીણનો વેપાર કીધો છે તેમ જાણી ધર્મગુરુએ આવવાની ના પાડી. ત્યારે જગડુએ ગુરુને શિષ્યોની સાથે દેવપૂજા કરવા બોલાવ્યા. દેવપૂજા કરતી વખતે જગડુએ સર્વ વૃત્તાંત કહ્યો. ગુરુ ખુશ થયા. જગડુએ એ કહ્યું કે લીધી તો મીણ સમજીને પણ તે સોનાની થઈ ગઈ.' રાજ્યભયથી મોટેથી બોલાતું નથી. એ પ્રમાણે જગડુના ઘરમાં કોટિ ટંકા થયા.
અન્ય માહિતી પ્રમાણે વીસલરાજા પાટણની એક ધર્મશાળામાં ગયો. ત્યાં તેણે ૨૦,૦૦૦ માણસો જમતા જોઈ જગડુને કહ્યું, ‘તમારું અન્ન ભલે પીરસાય, પણ મારું ઘી પીરસાવો.' ઘી પીરસતાં જ્યારે ખૂટ્યું, ત્યારે વીસલે તેલ પિરસાવવા માંડ્યું. અને જગડુએ ઘી પીરસવું શરૂ કીધું. પછી એક વખતે વીસલદેવે જગડુ પાસે ‘જ્ન્મ જય’ના બોલ બોલાવતો હતો, તે સાંભળી એક ચારણ બોલ્યો –
કહાવે જય ગડૂ કને, નહીં યોગ્ય રે તેહ, તેં વીસલ દે તેલ તો, ઘી નમાવે એહ.’
જગડુનાં કાર્યો :
જગડુએ લોકહિતનાં અનેક કાર્યો કર્યા. એને આક્રમણકારીઓથી લોકોનું રક્ષણ કરવા ભદ્રેશ્વર ફરતો કોટ બંધાવ્યો હતો. પોરબંદર પાસેનું હરિસિદ્ધિમાતાનું મંદિર તેણે મોટો ખર્ચ કરી નવેસરથી બંધાવ્યું. ભદ્રેશ્વરમાં તેણે ભવ્ય મંદિરો બંધાવ્યાં. ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એણે ઘણી ધર્મશાળાઓ, કૂવાઓ, તળાવો અને મંદિરો બંધાવ્યાં. મુસ્લિમો માટે ખીમલી મસ્જિદ બંધાવી અને ધાર્મિક ઉદારતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું. ૧૨૫૭થી ૧૨૫૯ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભયંકર દુષ્કાળ દરમિયાન એણે સંઘરેલા અનાજના ભંડારો ખુલ્લા મૂકીને સમગ્ર
384 * જૈન રાસ વિમર્શ