________________
આવા ગડૂશા લોકો માટે માનવ નહીં પરંતુ દેવ હતા. એવી શ્રીમાળી જાતિ ધન્ય છે જ્યાં ગડુ જેવો વણિક ઉત્પન્ન થયો.
લક્ષ્મીના ઘ૨ સમાન શ્રી જગડુશાનું બધું જ ગમે તેવું છે. કારણ કે એમનું તેજ” – બધા શત્રુઓનું માન મૂકાવે છે. દાન’ ધરતીનો ઉદ્ધાર કરે છે. ‘સાહસ’ અનેક સજ્જનોના મનમાં આશ્ચર્ય સર્જે છે. ‘બુદ્ધિ’ જિન ધર્મના મર્મને પામી ગઈ છે. કીર્તિ' ચાંદની જેવી ઝળહળતી છે.
આમ આ રાસ કૃતિ દ્વારા આપણને દાનનો મહિમા સમજાવ્યો છે.
જગડુરાસ * 393