________________
ગિરનારઃ
કાઠિયાવાડમાં સૌથી ઊંચો પર્વત સોરઠ પ્રાંતના જૂનાગઢ થડમાં છે. તેને ઘણી ટૂંકો છે. તેમાં મુખ્ય પાંચ ગણાય છે. ૧. અંબામાની, ૨. ગોરખનાથની જે સમુદ્રની સપાટીથી ૩,૬૬૦ ફીટ કાઠિયાવાડમાં સૌથી ઊંચે. છે. ૩. ઓઘડ શિખર. ૪. ગુરુ દત્તાત્રેય, ૫. કાલિકામાતા.
ઢંકા:
જે હાલમાં ઢાંક કહેવાય છે. કાઠિયાવાડમાં પોરબંદરની ઈશાને ૧૫ ગાઉ પર ૨,૬૨૦ માણસની વસ્તીનું ગામ છે. તેને રહેવાસ પાટણ કહેવામાં આવતું અને તે મોટા વિસ્તારવાળું હતું. આદ્રપુરઃ
આદ્ર એટલે ભીનાશવાળું અને તેને અવાજમાં મળતું ગણી પુર શબ્દ ઉમેરી આદ્રપુર બન્યું હશે. સ્ત્રીના સીમંત સમયે ઊંચા પ્રકારની વસ્તુઓ જે સ્થળે મળે છે ત્યાંથી મોટા ખર્ચે તે સ્ત્રીના શૃંગાર અર્થે મંગાવવાનું ગુજરાતી સ્ત્રીઓ પોતાના ગીતોમાં ગાય છે. વિવિધ મતઃ
વોટસન સાહેબ પોતાના કાઠિયાવાડ ગેઝેટિયરમાં લખે છે કે સૌથી પહેલો દુકાળ જેની કંઈ પણ નોંધ છે તે ઈ.સ. ૧૫૫૯ – સં. ૧૬૧૫માં પડ્યો હતો અને તે જગડુશાનો દુકાળ કહેવાય છે.
રાજકોટમાં આજી નદીને પૂર્વ કિનારે એક જગ્યા છે તે હજુ પણ જગડુશાના મિનારા તરીકે ઓળખાય છે.
દાનવીર જગડુશા માટે કહેવાય છે કે તેણે અન્નદાન આપી લોકોના જીવ બચાવ્યા હતાં. આમ બેહદ દાનનો દાતાર અને લક્ષ્મીના હૈયાનો હારરૂપી શણગાર, એવો જગડુ દુકાળરૂપી સંનિપાત (દૂર કરવા)માં ત્રિકટુ ઓષધિની ઉપમાને પામ્યો. જે કળિયુગે નળનો પરાભવ કીધો હતો. તેને પણ જગડુએ પૃથ્વીનો ત્યાગ કરાવ્યો.
આ રીતે પૃથ્વી પરના ત્રણ વર્ષના અતિ તીવ્ર દુકાળને દળી નાંખી, મહા વૈભવવાન તે જગડુ સર્વ જનને જિવાડનાર થયો.
કલ્પવૃક્ષની પાસે અત્યંત યાચના કરીએ તોપણ તે સ્વર્ગ કે મોક્ષ આપતું
જગડુરાસ ~ 391