________________
આવતી હોવાથી ઐતિહાસિક વિગતોની પ્રાપ્તિ થાય છે. અને તે સમયે ગુજરાતી ભાષા કેવી હતી તે પણ જાણવા મળે છે.
ગુજરાતી સાહિત્યમાં જૈન કવિઓએ રાસોનું સર્જન કર્યું છે. તેવી રીતે ગુજરાતી ભાષામાં સ્તવનો, સ્તુતિઓ અને સજ્ઝાયોની રચનાઓ પણ થયેલી છે. સાયો મોટે ભાગે ઉપદેશાત્મક જ હોય છે.
સામાન્ય રીતે રાસમાં મુખ્ય પાત્ર સંસારમાંથી વિરક્ત બની સિદ્ધપદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતું દર્શાવાય છે. મુખ્ય પાત્રના સર્તન દ્વારા જનસમૂહને સવર્તનની પ્રેરણા તરફ દોરવાનો આશય હોય છે. આવાં પ્રેરણાત્મક જીવનવૃત્તાંતોથી શ્રોતાઓ વાચકોને બોધ પમાડવાનો આશય રાસાઓ તેમ જ અન્ય પ્રકારના સાહિત્યમાંથી ફલિત થતો જોવા મળે છે.
આજે પણ જૈન સમાજમાં રાસાઓનું વાંચન-શ્રવણ ઉપાશ્રયોમાં થતું જણાય છે. ઉપદેશાત્મક તેમ જ પ્રેરણાત્મક રાસાઓમાંથી જેમનું વાંચન થાય છે, એવો શ્રીપાલ રાસ આજે પણ એટલો જ પ્રિય છે અને બંને શાશ્વતી ઓળીમાં એનું વાંચન શ્રવણ ખૂબ જ શ્રદ્ધાથી થાય છે. આ રીતે ધર્મ, નીતિ અને સદાચારનું શિક્ષણ આપનારા અનેક રાસાઓનું સર્જન જૈન કવિઓ દ્વારા મધ્યકાલીન સાહિત્યમાં થયું છે.
ચરિત્રાત્મક રાસા સાહિત્યનું ખેડાણ મધ્યકાલીન સાહિત્યમાં થયું છે. તેવી રીતે આચાર્ય જગચંદ્રસૂરિએ ગુરુના જીવન અને કવનને ગૂંથીને ગુરુભક્તિ નિમિત્તે ‘ગુરુગુણ અમૃતવેલી રાસ'નું સર્જન કરીને ગુરુભક્તોને ભેટ ધરી છે. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની અમૃતવેલીમાં પૂ.મુનિરાજ શ્રી જગચંદ્રવિજયજી મ.સાહેબે (હાલ આચાર્ય જગચંદ્રસૂરિજી મ.સા) ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. સ્વર્ગસ્થ પૂજ્યશ્રીના ઉત્તમ ગુણસમૃદ્ધિના ભંડાર સમા જીવનને ગુરુગુણ અમૃતવેલીમાં મળ્યું છે. આ સુંદર રાસની રચના પિંડવાડા મુકામે પ્રથમ વાર્ષિક તિથિએ પૂર્ણ કરી એમના ચરણે ધરી હતી.
આ રાસની રચના પ્રથમ પાંચ દુહાથી પ્રારંભ કરી ઢાળ પહેલીથી ઢાળ નવમી અને કળશથી ૧૦૮ પૃષ્ઠોમાં વિવેચન સાથે પૂર્ણ થાય છે. દરેક ઢાળમાં સ્વર્ગસ્થ ગુરુદેવના જીવનના કયા કયા પાસાંઓનો ઉલ્લેખ થયો છે.
ગુરુગુણ અમૃતવેલી રાસ * 395