________________
ગુરુગુણ અમૃતવેલી રાસ
પરિચયાત્મક રસ દર્શન
કનુભાઈ શાહ
(મધ્યકાલીન સાહિત્યમાં રાસ વેલી, ઢાળ, કળશ શૈલીમાં રચાયા છે. આ શૈલીમાં અનેક રાસાઓ જૈન કવિઓએ રચ્યા છે. તેવી રીતે અર્વાચીન સાહિત્યમાં મુનિશ્રી જગટ્યદ્રવિજયજીએ પરમ પૂજ્ય આચાર્યદેવ સિદ્ધાંત મહોદધિ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના જીવનના વિવિધ પ્રસંગોના / પાસાઓના તાણા-વાણા ગૂંથીને ગુરુગુણ અમૃતવેલી નામનો રાસ રચ્યો છે. આ રાસનો સામાન્ય પરિચયાત્મક રસાસ્વાદ અને કરાવવામાં આવ્યો છે.)
પુસ્તકનું નામ: ગુરુગુણ અમૃતવેલી રાસ (સવિવેચન) રાસકારઃ પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય જગચંદ્રસૂરિ મહારાજ વિવેચનઃ પૂ.મુનિરાજ શ્રી મુક્તિવલ્લભ વિજયજી મહારાજ સંપાદન : પૂ.મુનિરાજ શ્રી મહાબોધિ વિજયજી મહારાજ પ્રકાશકઃ દિવ્યદર્શન ટ્રસ્ટ – મુંબઈ, વિ.સં. ૨૦૪૪
પ્રાચીન મધ્યકાલીન સાહિત્ય રાસા, બારમાસા, સ્તવનો, સઝાયો એમ વિવિધ પ્રકારની જૈન પદ્ય રચનાઓથી સમૃદ્ધ થયું છે. અનેક જૈન કવિઓએ વિવિધ વિષયો પર રાસાઓ લખ્યા છે.
પદ્યમાં આલેખાયેલા વિશિષ્ટ મહાપુરુષોનાં ચરિત્રોના કથારૂપ ગ્રંથોને રાસ એવું નામ આપવામાં આવ્યું છે. આવા રાસોમાં નીતિ અને ધર્મની વાતો સમજાવવા માટે મહાત્માઓ અને સંયમી પુરુષોનાં ચરિત્રોનો આધાર લેવાયો છે. રાસાનું ખેડાણ મુખ્યત્વે જૈન કવિઓએ કર્યું છે. તેથી એના પ્રારંભે તીર્થકરને વંદના કરાય છે. એ વંદના પછી સરસ્વતીની કે અન્ય કોઈ દેવીની
સ્તુતિ પણ મુખ્યત્વે જોવા મળે છે. બારમી સદીમાં રચાયેલા પ્રથમ ઉપલબ્ધ રાસ શાલિભદ્રસૂરિકૃત “ભરતેશ્વર બાહુબલિ રાસ”માં ઋષભદેવને નમન કરી, સરસ્વતીનું સ્મરણ કરીને રચનાનો પ્રારંભ કર્યો છે. દરેક રાસમાં છેવટે પ્રશસ્તિ રચનાર મહાપુરુષનું નામ, રચનાસમય, સ્થળ અને પોતાના ગુરુ પરંપરાનું નામ ઇત્યાદિ આપવામાં આવે છે. આ રીતે બધી વિગતો આપવામાં
394 * જૈન રાસ વિમર્શ