________________
નથી પણ સ્વભાવે સરળ ધર્મ તો વિવેકી અને વિરક્ત પુરુષોને (માગ્યા વિના) પણ સ્વર્ગ અને મોક્ષ સહેજમાં આપે છે.
આ સંસારમાં જગડુનું સુંદર ચરિત સારી રીતે શ્રવણ કરવાથી સાધુજનનું ચિત્ત અતિ પ્રસન્ન થાય છે. કાન પવિત્ર થાય છે. સર્વ દુઃખનો અતિ વેગથી નાશ થાય છે.
દુનિયામાં ઉત્કૃષ્ટ બુદ્ધિના પ્રભાવ વડે શોભતા, કવીશ્વરોથી વર્ણવતા, અને ઈન્દ્રના હાથી ઐરાવતના દાંત સમાન શ્વેત કાંતિવાળા, જગડુના ગુણોના સમૂહની પ્રશંસા કોણ ન કરે? આમ, દાનવીરમાં જગડુનું નામ મોખરે છે.
આપણે ત્યાં લોકવાયકા છે કે એની ગાથા લખીને કોઠારમાં નાખવાથી અનાજ સડતું નથી. એવો ઉલ્લેખ આપણને આ રાસમાં મળે છે. જેમ કે –
સંવત બાર પનરોતરે પડશે કાલ દુર્મિક્ષ ઈમાં જગડુનો સંબંધ નોં અને છે રાંકરતન મતઃ || ગાથા ||
એહવી ગાથા લખી દાણાની ખાણમાં નાખી લખાવીને દાણા સડે નહિ માટે"
ઉપર્યુક્ત ગાથા લખીને પાણીમાં નાખવામાં આવતી હતી. જેથી દાણા સડે નહીં.
અનન્ય શ્રદ્ધાથી આજ લગભગ સાતસો વર્ષ પછી પણ લોકો માને છે કે : મેઘરાજા જેવા સ્વેચ્છાચારી દેવે જગડૂશાને આવું વચન આપ્યું છે. ભયાનકમાં ભયાનક માણસભૂખ્યા કલિદ્રાવતારશા દુકાળદેવે જગડુશાહને એ કોલ આપ્યો છે કે, “આજથી કોઈ દિવસ હું પંદરની સાલમાં પડીશ નહીં.”
આમ, દાનવીરોમાં જગડુશાનું નામ અમર છે. “દુકાળરૂપે સર્ષે ખેલા આ આખા જગતને જગડુએ ખૂબ અન્નદાનરૂપી અમૃત આપીને જીવાડ્યું.” તેના આધારે સમાજમાં સૌ બોધ મેળવી શકે છે કે અન્નદાન મહાદાન છે. તેનું દાન કરવાથી યુગો સુધી જગડુશાહની જેમ યશગાથા ગવાતી રહેશે.
વર્તમાનમાં પણ આવા જગડુશાની જરૂરિયાત છે અંતમાં જગડુશા માટે કહેવાયું છે કે, ઈંદ્ર ચંદ્ર કે સૂરતરુ સાર, માનવ નહીં એ સુર અવતાર | ધન ધન જાતિ શ્રીમાલી તણી જેહની કીરતિ ચિહું દિશે જણી |
392 જૈન રાસ વિમર્શ