________________
તે પ્રાચીન ભદ્રેશ્વરની જગ્યા ઘણા વિસ્તારમાં આવી છે. ત્યાંની ઘણીખરી ઇમારતોના પથ્થરો લોકો બીજે ઠેકાણે ઇમારતો બાંધવા લઈ ગયા છે. હાલ ત્યાં જે જોવામાં આવે છે તે કહેવાતું જગડુશાહનું જૈન દહેરું. દુદાશાના શિવાલયના થાંભલા, અને તેના ઘુમટનો થોડો ભાગ તેની પાસેની દુદા વાવ આશાપુરી માતાનું પડી ગયેલું દેવળ આદિ જોવા મળે છે.
વસહી :
૪
જેને જગડુશાહના દહેરા કહેવાય છે. તે જૂના ભદ્રેશ્વરની પૂર્વ દિશાએ છે. દહેરું એક વિશાળ ૪૮ ફીટ પહોળા અને ૮૫ ફીટ લાંબા ચોકના પાછલા ભાગમાં છે. તેને ફરતી ૪૮ દહેરીઓ અને ૪ છત્રી મળી કુલ પર દહેરીઓ છે. તેની આગળ થાંભલાવાળી ચાલ છે. તેમાં થઈને તે દહેરીઓમાં જવાય છે. દહેરાસરમાં મુખ્ય મૂર્તિ ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામીની છે. તેની ઉ૫૨ ૬૨૨ની સાલ કોતરેલી છે.
કુલસર તળાવ :
ભદ્રેશ્વ૨ શહેરની વાયવ્યે એક ફુલસર તળાવ સારી રીતે બાંધેલું છે. તેમાં જૂની વાવો તથા કૂવાઓ છે. આ વાવો તથા કૂવાઓના ઉદ્ધાર માટે જગડુએ ચણતર કરાવ્યું.
અષ્ટાપદ :
જૈનોમાં એવી કથા છે કે ભરતચક્રીનું અષ્ટાપદનું દેવળ અયોધ્યાથી ૧૯,૨૦૦૦ કોશ ઉપર ઈશાને હિમાલયની પેલી પાર ઉત્તરાખંડમાં છે. તેને ચાર ચાર ગાઉના આઠ પગથિયા હોવાથી તે ડુંગર ઉપર બત્રીસ ગાઉ ઊંચું છે. અને આઠ પગથિયાને લીધે તે અષ્ટાપદ કહેવાય છે.
શત્રુંજ્ય :
જૈનલોકોનો સૌથી પવિત્ર પર્વત પાલિતાણાથી આશરે અર્ધગાઉ દક્ષિણે સમુદ્રની સપાટીથી આશરે ૧,૯૭૭ ફીટ ઊંચો છે. એ પર્વતને મથાળે બે ટૂંકો છે. તે ટૂંકોની વચમાંની ખીણને મોતીશાહ નામના ધનાઢ્ય જૈન વેપારીએ પાષાણથી બાંધી લીધી છે.
390 * જૈન રાસ વિમર્શ