________________
આધિપતિપણાનું તિલક કરતાં. સાધારણ રીતે તેને સંઘવી કહેવાય છે. શ્રેષ્ઠી :
સમાજમાં શ્રેષ્ઠીનું સ્થાન મોભાનું હતું. રાજા પણ તેમને આદર આપતાં શ્રેષ્ઠીઓ રાજાને ધન આપતાં. આજીવિકા માટે વ્યાપાર મુખ્ય હતો. વ્યાપાર માટે વન, જંગલના માર્ગે અથવા નાવ દ્વારા સમુદ્ર માર્ગે અન્ય નગર અને દેશમાં કાફલા સાથે જતાં. ધનોપાર્જન માટે અનેક પ્રકારનાં સાધનો તે સમયે પ્રચલિત હતાં વિધવાવિવાહ:
તે સમયે વિધવાવિવાહ પણ થતાં હશે. જગડુની એકપુત્રી નાની વયમાં વિધવા થઈ હતી. જગડુની ઇચ્છા તેના બીજા લગ્ન કરવાની હતી. પરંતુ કુટુંબની બીજી બે વિધવાઓએ વિરોધ કરતાં તેણે એ વિચાર માંડી વાળ્યો હતો. ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી:
જગડુરાસ નાનો છે છતાં પણ તેમાં આપણને થોડા ઘણા અંશે ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી પ્રાપ્ત થાય છે. પ્રત્યેક કથાનો આરંભ દ્વીપ, નગરી, જનપદ, ગામ તેમ જ ઉદ્યાનના ઉલ્લેખ સાથે થાય છે. તેવી જ રીતે જગડુરાસમાં પણ દ્વીપના ઉલ્લેખ સાથે જ શરૂઆત થઈ છે. જંબુદ્વીપ
મધ્યલોકના અસંખ્યાત દ્વીપસમુદ્રની વચ્ચેનો દ્વીપ એક લાખ મહાયોજન વ્યાસવાળો ગોળ વલયના આકારનો છે. એની ચારે બાજુ લવણ સમુદ્ર અને મધ્યમાં મેરુપર્વત છે. એમાં ભરત-હેમવત, હરિ, વિદેહ, રમ્યફ, હૈરણ્યવત અને એરાવતના સાત ક્ષેત્ર છે. તેમાં પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા હિમવત, મહાહિમવત, નિષદ, નીલ, રુકિમ અને શિખરિન આ છ કુલાચલ પર્વત છે. ભદ્રેશ્વર :
ભદ્રેશ્વર કચ્છના પૂર્વ કિનારે હતું. તે નાશ પામ્યું છે. માત્ર તેના કોઈક કોઈક ખંડેર રહ્યા છે. હાલ નવું ભદ્રેશ્વર વસાવ્યું છે. તેની પૂર્વ દિશાએ
ગડુરાસ 389