________________
અને અઢાર જાતિઓનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. તેવી જ રીતે આપણને આ રાસમાં પણ વિવિધ જાતિઓ વિશે જોવા મળે છે.
છત્રીસકુળ :
આ વિશે એવી દંતકથા છે કે આબુપર્વત ૫૨ ઋષિ લોકોને યજ્ઞાદિક કર્મોમાં રાક્ષસો પીડા કરવા લાગ્યા, ત્યારે તેમનું રક્ષણ કરવાને ત્યાં વશિષ્ઠ ઋષિ રહેતા હતા. તેમણે અગ્નિકુંડમાંથી ચાર કુળના રજપૂતો ઉત્પન્ન કર્યા. તેમાંથી છત્રીસકુળ થયાં. જે નીચેના છપ્પામાં જોવા મળે છે.
રિત, શિશ, જાદવ વંશ, કકુત્સ્ય, પરમાઈં તોંવર, ચાહવાણ, ચાલુક્ય, હિંદ, સિલા૨, આભીવર દોપમત્ત, મકવાન, ગરુઅ, ગોહિલ, ગહીભૂત ચાપોત્કટ, પરિહાર, રાવરાઠોડ, રોસજુત; દેવાં, ટાંક, સિંધવ, અનિય યોતિક, પ્રતિહાર, ધિષ્ટક, કારટપાળ, કોટપાલ, હુન, હિરતટ, ગોર, કમાડ, જટ.
શ્રીમાળી :
વાણિયા બે જાતના છે. દશા અને વિશા. દંતકથા એવી છે કે લક્ષ્મીજીએ ૪૫૦૦૦ શ્રીમાળી બ્રાહ્મણોને નિભાવવા પોતાના હારમાંથી શ્રીમાળી વાણિયાના ૯૦,૦૦૦ કુળ ઉત્પન્ન કર્યા. જેઓ હા૨ની જમણી બાજુમાંથી થયા તે વિશા અને ડાબી બાજુમાંથી થયા તે દશા. તેઓ વેપાર અથવા ગુમાસ્તાગીરી કરે છે. અને એકબીજામાં કન્યા દેતા નથી. તે લોકો ત્રણ પંથના છે. જૈન, વૈષ્ણવ અને શિવમાર્ગી. શ્રીમાળી બ્રાહ્મણ તેઓના કુળ ગોર છે. વિશા શ્રીમાળી વાણિયા વીશા ઓસવાળ વાણિયા સાથે કન્યા આપે લે છે. ઓસવાળ :
આ એક જ્ઞાતિ છે. તેઓ ઔસ. પારીનગર અને બુદ્ધેસરમાં રહેતા. કચ્છી ઓસવાળ વાણિયાઓનું એવું કહેવું છે કે તેના મુખીને ગેરવર્તણૂક માટે પાક છોડવું પડ્યું.
ભોજક-પુષ્કરણા :
લક્ષ્મીજીએ પોતાના લગ્નપ્રસંગે શ્રીમાળીઓને શ્રીમાળ નગ૨ બક્ષિસ
જગડુરાસ * 387