________________
આપ્યું. તેઓમાં ચૌદ ગોત્ર હતાં. અને ૪૫000 હજાર માણસ હતાં. થોડાકાળ પછી ૧૮000 કુળ શ્રીમાળ છોડી રાજપૂતાનામાં પુષ્કર ક્ષેત્રમાં આવ્યાં. અને તે દિવસથી તેઓ પુષ્કરણા અથવા પોકરણા કહેવાયા. અને તેઓ ભાટીઆના ગોર થયા.
૫OOO માણસોએ ઓસનગરના ઓસવાળ વાણિયાઓ સાથે ભોજન કીધું તેથી ભોજક કહેવાયા. તેઓ જૈન દહેરામાં ગંધર્વ એટલે કે ગવૈયાનું કામ કરે છે. પણ બ્રાહ્મણનો ધર્મ પાળે છે. સૂરિ
આ પદવીએ પહોંચવા અમુક વિદ્વત્તા અને મુખ્ય છત્રીસ ગુણ જોઈએ. સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ ધારણ કરવી જેવી કે ૧. બ્રહ્મચર્ય, ૨. સ્ત્રીની કથા પ્રીતિયુકા ન કરવી. ૩. જ્યાં સ્ત્રી હોય ત્યાં બેસવું નહીં. ૪. સ્ત્રીના અંગોપાંગ રાગથી નીરખવા નહીં. પ. ભીંતને આંતરે જ્યાં સ્ત્રી-પુરુષ હોય ત્યાં જવું નહીં. ૬. પૂર્વાવસ્થામાં સ્ત્રી સાથે કરેલી કામક્રીડા યાદ ન લાવવી. ૭. રસવાળો આહાર ન લેવો. ૮. નીરસ આહાર પણ માત્રામાં લેવો. ૯. શરીરની શોભા ન કરવી. ૧૦ ચાર પ્રકારના કષાયને ત્યજવા. પાંચ મહાવ્રત પાળવા. પાંચ સમિતિ ત્રિગુપ્તિ સહિત પાંચ આહાર પાળવા.
આ પ્રમાણે આચાર પાળ્યા પછી સૂરિની પદવી પ્રાપ્ત કરે છે. સંઘપતિ :
પ્રાચીન સમયમાં જ્યારે દેશમાં જુદા જુદા ઠેકાણે જુદા જુદા રાજાઓ રાજા કરતા હતા અને તેમના એકબીજાના સંબંધ મિત્રતાના, અમિત્રતાના, શત્રુતાના હતા, અને ઐક્ય હતું નહીં, તેથી આખા દેશમાં બાંધેલી સડકો ન હતી. તસ્કરો અને લૂંટારુઓનો ભારે ઉપદ્રવ હતો. ત્યારે લાંબી મુસાફરીએ કે જાત્રાએ જવું વિકટ હતું. તેને લીધે જ્યારે કોઈ મોટો માણસ જાત્રાએ જતો ત્યારે તે રાજાઓ સાથે આગળથી બંદોબસ્ત કરી, રાજાના અને પોતાના રક્ષકો પોતાના ખર્ચે રાખી મોટા દમામથી જાત્રાએ નીકળતો. તેની સાથે તેના ગામના તેમ જ આસપાસના બીજા જાત્રાળું તથા ગરીબો જેમની પાસે ધન ન હોય તે પણ જાત્રાએ જતાં. એ માણસ પોતે તેમનું રક્ષણ કરતો તથા તેમને જોઈતી વસ્તુ અને ખાવાપીવાનું પણ પૂરું પાડતો. એને લીધે સંઘના
388 * જૈન રાસ વિમર્શ