________________
શ્રાવકોના ભાટ અથવા ભોજક જ્યારે યાચવા આવે છે ત્યારે યજમાનના વખાણ કરતી વખતે તેને કહે છે કે, “તું તો બીજો જગડુ પેદા થયો છે.”
અન્ય માહિતી પ્રમાણે જગડુ કચ્છનો અતિ શ્રીમંત જૈન વેપારી અને દાનવીર હતો. તે ભદ્રેશ્વરમાં રહેતો હતો. તેનો જન્મ અને અવસાન કઈ સાલમાં થયાં તે જાણવા મળતું નથી. પરંતુ તે ૧૧૯૫થી ૧૨૬૫ સુધી જીવિત હશે તેમ લાગે છે.
એ લવણપ્રસાદ વાઘેલા, વીરધવલ, વાસલદેવ અને જૈનમંત્રીઓ વસ્તુપાલ-તેજપાલનો સમકાલીન હતો. તેના પૂર્વજો શ્રીમાળના વતની હતા. અને કંથકોટમાં થોડો સમય રહીને ભદ્રેશ્વર આવ્યા હતા. ભદ્રેશ્વર તે સમયે મોટું બંદર હતું. જગડુના પિતામહનું નામ વરણાગ, પિતાનું નામ સાલ્ડ (સોલકી અને માતાનું નામ લક્ષ્મી હતું. જગડુને રાજા અને પદ્મનાભ નામના બે લઘુબંધુ હતા. તેના લગ્ન યશોમતિ નામની કન્યા સાથે થયા હતા. પિતાનું અવસાન થતાં વેપાર અને કુટુંબની સઘળી જવાબદારી યુવાન જગડુ પર આવી. જગડુએ દેશ-પરદેશમાં વેપારને વધાર્યો. એમાં ખૂબ કમાયો. ઈરાનમાં હોરમઝ બંદરમાં એની પેઢી હતી. હોરમઝની તેની પેઢીના મુનીમે મુસલમાન વેપારી પાસેથી એક મોટો કીમતી પથ્થર ખરીદ્યો હતો. જગડુશાએ પોતાની આબરૂ રાખવા બદલ મુનમને શાબાશી આપી હતી. તે પથ્થરથી તેને ઘણું ધન મળ્યું હતું. તેની એક પુત્રી નાની વયમાં વિધવા થઈ હતી. જગડુની ઈચ્છા તેનાં બીજા લગ્ન કરવાની હતી. પરંતુ કુટુંબની બીજી બે વિધવાઓએ વિરોધ કરતાં તેણે એ વિચાર માંડી વાળ્યો હતો.
અન્ય કથા પ્રમાણે ભદ્રેશ્વરમાં ભાડલભૂપ રાજ્ય કરતો હતો. તે પાટણના વિસલદેવ રાજાની સેવામાં હતો. ત્યાં સોળ નામે શેઠિયો હતો. અને તેની શ્રીદેવી પત્નીથી રાજ, જગડુ અને પારાજ નામના ત્રણ પુત્રો થયા. જગડુશાહે સમુદ્રતીરે બજાર બાંધી. એક વખતે ચાંચિયાઓ જગડુ પાસે આવી કહેવા લાગ્યા, “અમને મીણથી ભરપૂર વહાણ મળી આવ્યું. જો તને જોઈતું હોય તો ધન આપીને લે.” તે ઉપરથી જગડુએ મૂલ આપીને વહાણ લીધું. જગડુના નોકરો ગાડામાં મીણ ભરીને તેને ઘેર લઈ જઈ અને તેની સ્ત્રીને પૂછવા લાગ્યા, “જગડુશાએ મીણ લીધું છે, તે ક્યાં ઉતારવું છે?” ત્યારે બોલી, “એ પાપનું બંધન મીણ અમારે ઘેર ઉતારવું નથી. એટલે નોકરોએ તે બધી મીણની ઈંટો ઘરના આંગણામાં લીમડાના ઝાડ નીચે ઉતારી, એક
ગડુરાસ * 383