________________
કવિનું જીવન, સમય અને કાર્ય :
મધ્યકાલીન ગુજરાતી કવિઓના જીવન વિશે યથાયોગ્ય માહિતી પ્રાપ્ત થતી નથી. માત્ર કવિ નામ એમની ગુરુપરંપરા અને ગચ્છની પરંપરા તેમ જ રચના સમયનો નિર્દેશ આદિ થોડી માહિતી પ્રાપ્ત થાય છે. માત્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ નહીં પરંતુ પશ્ચિમ ભારતીય ભાષાઓની કૃતિઓમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. રાસ કૃતિને અંતે મૂકેલ ગુરુ અને ગચ્છપરંપરાના આધારે કહી શકાય કે,
વીરકુસલ ગુરુ પરમ નિધાન, સૌભાગ્ય કુસલ સેવક સુપસાય તારું શિષ્ય કેશર ગુણ ગાય.”
વીરકુશલ - સૌભાગ્યકુશલ શિષ્ય ૧૭૬૦ શ્રાવણમાં આ રાસની રચના કરી છે.
અન્ય લોકોક્તિ પ્રમાણે જગડુશાહનો સમય ઈ. સ. તેરમી સદી જૈન શ્રાવક ખરતરગચ્છના જિનેશ્વરસૂરિના આચાર્યકાળ દરમિયાન (ઈ.સ. ૧૨૨૨થી ૧૨૭૫)માં રચાયેલી માનવામાં આવે છે. જે લોકોક્તિ મૂલક દૃષ્ટાંતાદિના થોડાક વિનિયોગપૂર્વક કવિએ ચોપાઈની ૧૦૪ કડીઓમાં રચના કરી છે.
જગડુશાહના પૂર્વજોની વંશાવલી
પિયદ્ દુ (શ્રીમાળી વણિક) વરણાગ (કંથકોટનો વાસી)
વાસ
વસ
લક્ષ
વીસલા વીરદેવ નેમિ ચાંડુ
સુલક્ષણ સોળ (ભદ્રેશ્વરમાં જઈ વસ્યો) સોહી
પત્ની-લક્ષ્મી જગડુ (પત્ની યશોમતી) (પત્ની રાજલ્લદેવી) (પત્ની પદ્મા) કન્યા પ્રીતિમતી
(પુત્ર વિક્રમસિંહ) (પુત્ર ઘાંઘો) (કન્યા હંસી, હાંસબાઈ)
રાજ
પત્ર
ગડુરાસ * 381