________________
હોય. રાસ કૃતિઓ પણ વિવિધ પ્રકારે વર્ગીકૃત થયેલી જોવા મળે છે. ૧. કથાત્મક ૨. ધાર્મિક સ્થાનક – ચરિત્ર કથાનક – લૌકિક કથાનક-ઐતિહાસિક કથાનક ૩. તીર્ધાત્મક ૪. ઉપદેશાત્મક ૫. પ્રકીર્ણ
ચસ:
જનસામાન્યની વાતચીત લોકો દ્વારા કહેવાતી વાતો કે કથાઓ જ્યાં એની વસ્તુ કે સામગ્રી કે ઘટના પ્રસંગ વિશેષ જિજ્ઞાસા પ્રેરક અને રસ સંતર્પક બન્યા ત્યારે તે સાહિત્ય રાસા સ્વરૂપ પામે છે. રાસો દશ્ય ભાષામાં હોય, ગેય હોય અને લોકભાષામાં હોય. ગ્રંથનું નામાભિધાન :
રાસા ગ્રંથમાં નાયક કે નાયિકાનાં નામ પર એક પ્રથા એવી છે કે તેનું નામકરણ કરવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથમાં જગડુશાહ મૂળનાયક છે તેના ચરિત્રને ધ્યાનમાં રાખીને જગડુશાહ એવું નામકરણ રાખવામાં આવ્યું છે. આ રાસા નાનાં ચરિત્રો કે દૃગંત કથાઓ જેવા હોઈ શકે છે. કેટલીક વાર વિસ્તૃત અને ક્યારેક પ્રબંધ રૂપે પણ હોય છે. રસની પ્રતિઓ :
જગડુ રાસ - આ રાસની બે પ્રતિઓ પ્રાપ્ત થઈ છે. ૧. ભો.જે. વિદ્યાભવનમાંથી નં.૨૭૬૫, લેખક – વીરકુશલ સૌભાગ્યકુશલ
શિષ્યની ચોપાઈમાં ૧૦૪ કડીઓ ધરાવતી કૃતિઓ છે. ૨. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાંથી નં.પરપ૬, લેખક – વિજયદેવ
સૂરિના શિષ્ય રંગવિમલજી જેમાં સાત પત્ર અને ૧૨૫ ઢાલ છે. જગડુ રાસ એ રાસ પ્રકારની રચના છે સાથે સાથે ચરિત કાવ્ય અને મહાકાવ્ય પ્રકારનું પણ છે.
અહીંયાં પ્રસ્તુત કૃતિનું વિવેચન કરવા માટે બન્ને પ્રતોનો ઉપયોગ કર્યો છે. કથાનક સમાન પ્રાપ્ત થાય છે.
380 * જૈન રાસ વિમર્શ