________________
તે જ લખેલું. આથી ઢંઢેરો પીટાવ્યો કે ઈદને દિવસે કોઈ જીવને મા૨વા નહિ. બધું મળી છ માસ અમારપાલન થયું અને બીજું ફરમાન જજિયાવેરો નાબૂદ કરવાનું થયું.
પાટણમાં હીરગુરુની વાણીથી પ્રતિબોધ પામેલા સંઘજી શાહ સહિત ૭ જણાએ દીક્ષા લીધી. સં. ૧૬૪૩નું ચાતુર્માસ ખંભાત કર્યું. ચાતુર્માસ પૂર્ણ કરી હીરગુરુ અમદાવાદ પધાર્યા. ત્યારે ત્યાં ગાંધર્વો આવ્યા. જેમણે ૬ રાગ અને ૩૬ રાગિણીઓ દ્વારા ગુરુ હીરના ગુણગાન કર્યાં. ઢાળ ૭૪ની ગાથા ૧૭૪૮થી ૧૭૭૨માં જુદાજુદા રાગોનું ખૂબ સુંદર વર્ણન વાંચીને કવિનું સંગીત અંગેનું જાણપણું કેટલું ગહન છે તે જણાય છે. અમદાવાદમાં જ આજમખાન સાથે મુલાકાત થઈ તેમની સાથે સત્સંગ કરતાં ૧થી ૨૪ તીર્થંક૨ અને તેના આરામાં આવતાં પરિવર્તનની વાત કવિએ કહી છે. આ આરામાં જુદાંજુદાં લક્ષણો હોય છે તેનું પણ સુંદર વર્ણન ગાથા ૧૮૦૩થી ૧૮૧૧માં ખૂબ સરસ રીતે કહેવામાં આવી છે. આ ઉપરાંત હિંદુ તથા મુસ્લિમે ખુદા જોવાની વાત કહી એ વાત આજમખાન ખૂબ ખુશ થાય છે અને કાંઈક માંગવાનું કહે છે ત્યારે હી૨ મહેર અને ખેર કરવાનું કહે છે. ખૂબ આગ્રહ કરે છે ત્યારે હીરજી જગડુશાહ શ્રાવકને કેદ કરેલો છે તેનો છુટકારો માગે છે. અમદાવાદથી વિહાર કરી હીરગુરુ રાધનપુર આવ્યા.
સિદ્ધપુર નગરના રામો શાહ તથા રમાદેના પુત્ર રંગો અને ભાણજી બંનેએ દીક્ષા લીધી. બંને પંન્યાસ થયા. ભાલચંદ્ર અકબરને ગુરુઆજ્ઞાથી મળ્યા. અકબરની શિરોવેદના દૂર કરી જીવહિંસા અટકાવી. ઉપરાંત સત્યવાદી ભટ્ટ નામના અભિમાની પંડિત સાથે વાદ કરી તેને હરાવ્યો. અકબર સાથે તેઓ પણ કાશ્મીર ગયા. અકબરનો પ્રશ્ન, નજીકનો ખુદા કોણ છે? તેના જવાબમાં કહ્યું, “નજીકનો જાગતો દેવ સૂર્ય છે. તેના નામે અપાર ઋદ્ધિ થાય છે અને તેના ઘણા ઉપકાર છે.” બાદશાહના કહેવાથી સૂર્યનાં હજાર નામ સંભળાવે છે. તેમણે કાદમ્બરી ટીકા, ભક્તામરસ્તોત્ર ટીકા, વિવેકવિલાસ ટીકા વગેરે ગ્રંથોમાં પોતાને સૂર્યસહસ્રનામાધ્યાપકઃ આવું વિશેષણ આપ્યું છે. એમનાથી બાદશાહ ઘણા પ્રભાવિત થતાં તેમને હીરસૂરિના પટ્ટધર તરીકે સ્થાપવા વિનંતી કરે છે. પરંતુ ભાનુચંદ્ર પ્રેમથી સમજાવે છે કે પોતે ઘણા નાના છે. આથી અકબર ઉપાધ્યાય પદવી આપવા વિનંતી કરે છે. પરંતુ ભાનુચંદ્રને ઉપાધ્યાય પદ અર્પણ કર્યાનો ઉલ્લેખ સંસ્કૃત મહાકાવ્ય
શ્રી હીરવિજયસૂરિ રાસ * 367