________________
હીરસૂરિએ કમને ઇલાજની હા ભણી. ઇલાજથી થોડો આરામ થયો પણ પૂર્ણ સ્વસ્થતા ન આવી. પોતાનું આયુષ્ય ઓછું જાણી સર્વે સાધુઓને બોલાવ્યા અને કહ્યું, “સત્વરે જેસિંગને – વિજયસેનસૂરિને તેડાવો તેથી મને શાંતિ થાય.” | મુનિએ કાગળ લખ્યો. ધનવિજય કાગળ લઈ તેડવા ગયા. લાહોર જઈ અકબરને કાગળ આપ્યો. અકબરે વિજયસેનસૂરિને કહ્યું, “આપ વેગે જાઓ અને ગુરુને મળો. મારી દુઆ એમને પહોંચાડજો.” આ બાજુ ગુરનું સ્વાથ્ય કથળતાં જ આતમકાજ કરવાનું કહે છે. જવાબમાં સોમવિજય તેમને કહે છે કે તમે અત્યાર સુધી આતમકાજ જ કર્યા છે તે યાદ કરો. તેમણે કરેલી સાધના વિષે જણાવતાં તેઓ કહે છે –
આવા વિષમકાળમાં પણ આપે આત્મસાધના કરવામાં કચાશ નથી રાખી. ત્યાગ, વૈરાગ્ય, તપશ્ચર્યા, જ્ઞાન, ધ્યાન, ક્ષમા આદિ ગુણો તથા અસંખ્ય જીવોને અભયદાન આપવા-અપાવવા દ્વારા આપનું જીવન સાર્થક જ છે. આપે એકાસણું, નીવી કરી તેમાં પાંચ વિગરનો ત્યાગ કર્યો છે. ૧૨ દ્રવ્ય અને દોષરહિત આહાર વાપરવાના નિયમો પાળ્યા છે. વિજયદાનસૂરિ પાસે બે વાર આપે આલોચણા લીધી છે. આપે ૨૨૫ છઠ્ઠ, ૮૧ અઠ્ઠમ ૨૦૦ આયંબિલ, ૨૦૦ નીવી, ૮૧ એકભક્ત, ૩૬OO ઉપવાસ એમ અનેક તપ કર્યા. વીસ સ્થાનક તપની આરાધના વીસ વાર કરી તેમાં ૪૦૦ આયંબિલ કર્યા, ૪૦૦ ચઉત્થભા કર્યા. સૂરિમંત્રની આરાધના ત્રણ માસ કરી. તેમાં ઉપવાસ, આયંબિલ, કાયોત્સર્ગ, નીવી, એકાસણા આદિ કર્યા. જ્ઞાનની આરાધના માટે બાવીસ માસ તપ કર્યું. પહોરમાં પાંચસો વાર ખમાસમણ, લોગસ્સ, ઉજ્જો અગરેનું ધ્યાને એમ ૨૨ માસ કાઉસગ્ગ કર્યો. ગુરુતપમાં ત્રણ મહિના અઠ્ઠમ, છઠ્ઠ, ઉપવાસ, આયંબિલ નીવી વગેરે તપ કર્યો. વાપરવામાં સફેદ ધાન્ય તે પણ અલૂણું. જ્ઞાન-દર્શન, ચારિત્રની આરાધનાનું ૧૧ માસનું તપ તથા સાધુની બાર પ્રતિમા વહન કરવારૂપ તપો આપે કર્યા. અભિગ્રહો ધારણ કર્યા. આતાપના પણ લીધી.
આપે અનેક ગ્રંથોનું સંશોધન કર્યું. ચાર ક્રોડ ગાથાનો સ્વાધ્યાય કર્યો. અનેક શિષ્યોને દીક્ષા આપી. ૧૬0ને પંડિતપદ પંન્યાસપદ) આપ્યું. ૬૦ સાધુઓને ઉપાધ્યાય પદ આપ્યું. એકને આચાર્યપદ આપ્યું. આપના ઉપદેશથી ૫00 જિનમંદિરો, ૫૦ બિંબપ્રતિષ્ઠાઓ થઈ. આપે આબુ, અચલગઢ,
શ્રી હીરવિજયસૂરિ રાસ 373