________________
ગચ્છને વિસ્તાર્યો. શિષ્યગણને હીરગુરુની ખોટ સાલવા દીધી નહિ અને હીરગુરુના વચનને, વિશ્વાસને અને નામને દીપાવ્યા.
આમ લગભગ ૧૦૧મી ઢાળથી ગુર્નાવલિની શરૂઆત થાય છે. જેમાં હીરસુરિની આગળની પ૭ પાટનો વિસ્તૃત રીતે ઉલ્લેખ છે. વસ્તુપાળ, તેજપાળ જેવા શ્રાવકોનું સવિસ્તર જીવન સાથે વ્રજસ્વામી, દેવેન્દ્રસૂરિ, હેમવિમલસૂરિ, આણંદવિમલસૂરિ, વિદ્યાસાગર, વિજયદાનસૂરિજીના ચરિત્રનો પણ વિસ્તારથી સમજાવી ઉલ્લેખ કરેલો છે. ભૈરવ શાહ શ્રાવક, ભદૂઆ શ્રાવક વગેરેના જીવન પ્રસંગો વર્ણવેલા છે. હીરસૂરિના જીવનના પ્રસંગોનો ઉલ્લેખ છે. તેમના શિષ્યો કે જેઓએ ગુરુના નામને ચાર-ચાંદ લગાડ્યા તેમનો ઉલ્લેખ છે.
૧૦૮મી ઢાળમાં કવિએ પોતાનો પરિચય મૂક્યો છે. આ પરિચય મૂકવાની ખૂબી એ છે કે રાસની રચના કયા દેશમાં, કયા ગામમાં, કયા રાજાના રાજ્યમાં, કોના પુત્રે, કયા સંવત્સરના કયા માસમાં, કયા દિવસે, કયા વારે રચ્યો તે વાત સમસ્યાથી (ઉખાણાની જેમ મૂકીને) દર્શાવવામાં આવી છે. પાછી એવી તાકીદ કરી છે કે, મૂર્ખ માણસ તો આ નહિ સમજી શકે પરંતુ નિપુણ પંડિત તેને ચોક્કસ સમજી શકશે. આ બધી ગાથાઓનો ઉલ્લેખ કર્યા વિના આ રાસનું સમાપન પૂર્ણ નહિ થાય તે જોઈએ તો -
ચોપાઈ પાટણમાંહિ હુઓ નર જેહ, નાત ચોરાસી પોષે તેવ; મોટો પુરુષ જગે તેહ કહેસ, તેહની નાતને નામે દેસ.
| ગુજ્જર દેસ ૩૦૫૪ આદિ અખર વિન “બીબે” જોય. મધ્ય વિના સહુ કોનિ હોય; અત્ય અક્ષર વિન ભુવન મજારિ, દેખી નગરના વિચાર –
ખંભાત – ૩૦૫૫ ખ' ડગતણો ધુરિ અક્ષર લેહ, અખર ધરમનો બીજો જેહ; ત્રીજો કુસુમ' તણો તે ગ્રહી નગરી નાયક કીજે સહી. -
ખુરમ પાદશાહ – ૩૦૫૬
શ્રી હીરવિજયસૂરિ રાસ 375