________________
રાણકપુર, મેવાડ, લવર્ધી, વરતાણા, કુંભલમેર, પાટણ, અમદાવાદ, ખંભાત, ગંધાર, શૌરીપુર, મથુરા, ગ્વાલિયર, ચિત્તોડ, તારંગા, શેત્રુંજય, ગિરનાર વગેરેની યાત્રા કરી. લાખ બિંબોને વંદન કર્યા. અકબરને જીવદયા પ્રતિપાલક બનાવ્યો. તીર્થોના સંઘ કાઢનારા ૩૦૩ સંઘવીઓ આપના ઉપદેશથી થયા. ગુજરાત, માળવા, સોરઠ, વાગડ, મારવાડ, દક્ષિણમાં કોંકણ, મેદપાટ, મેવાત, આગ્રા અને કામદેશમાં આપે વિહાર કર્યો.
આમ તેમનું સમગ્ર જીવનકવન તેમની સમક્ષ વર્ણવી તેમને અનશન ન કરવા સમજાવે છે. ભાદરવા સુદ ૧૦ની મધ્યરાત્રિએ તેમની તબિયત લથડી. શિષ્ય પરિવારને પાસે બોલાવી બધાને હિતશિખામણ આપે છે. ત્યાર બાદ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એ પાંચ આચારમાં લાગેલા અતિચારો આટોપી, સર્વેને ખમાવી, અઢાર પાપસ્થાનક વોસિરાવી ચાર શરણ ગ્રહણ કરે છે. ઈહલોક-પરલોકના કરેલા દુષ્કૃત્યોની આલોચના કરે છે. નિંદાગહ કરે છે. ત્રણે લોકના સર્વે જિનબિંબોને અને પ્રતિમાઓને વંદન કરે છે. પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોને વંદન કરે છે. શલ્ય, નિયાણાને વોસિરાવે છે. ૧૨ ભાવના ભાવી, નવકારમંત્રનું રટણ કરે છે. સાત પહોરનું અનશન પાળીને તેઓ સુરલોકે સંચર્યા, ઈશાન દેવલોકમાં દેવપણું પ્રાપ્ત કર્યું. સંવત ૧૬૫ર, ભાદરવા સુદ ૧૧ને ગુરુવારના શુભદિને શ્રવણ નક્ષત્રમાં ગુરુવર દિવંગત થયા. તેમનો નિર્વાણ મહોત્સવ ઊજવવા દેવો મૃત્યુલોકમાં આવે છે. આખી જીવસૃષ્ટિ દુઃખી દુઃખી થઈ જાય છે. શ્રી હીરગુરુની ચિતામાં ૧૫ મણ સુખડ, ૫ મણ સુગંધી અગર, ૩ શેર કપૂર, ૩ શેર કસ્તુરી, ૩ શેર કેસર મુકાયું, સુગંધી અગરનો ૫ સેર ચૂવો ચિતામાં નાખ્યો. આબાલ-વૃદ્ધ સહુ મુનિઓએ અઠ્ઠમ તપ કર્યું. જે વાડીમાં અગ્નિસંસ્કાર થયો ત્યાં ફળતા નહોતા તે આંબા પણ મહોરી ઊઠ્યા. બધા આંબા ફૂટ્યા તે કળિયુગમાં કૌતુક થયું. અકબરે અગ્નિસંસ્કારની ભૂમિ ભેટમાં આપી. લાડકીબાઈએ એ ભૂમિ પર સ્તુપ કરાવ્યો. હીરગુરુનાં પગલાં સ્થાપન કરાવ્યાં. વિજયસેનસૂરિ આવી પહોંચ્યા. ગુરુની વિદાયને કારણે તેઓ ભાંગી પડ્યા. ત્રણ દિવસ સુધી આહાર પાણી પણ ગ્રહણ કરતા નથી. ચોથે દિવસે સંઘ સમજાવે છે કે જો તમે જ હિંમત હારી જશો તો બધાનું શું થશે? આમ સમજાવતાં વિજયસેનસૂરિ શાંત પડે છે. ચોથે દિવસે વ્યાખ્યાન આપી થોડો આહાર ગ્રહણ કરે છે. ગુરુના જીવનને વિચારી, તેમણે આપેલી હિતશિક્ષાઓ સ્મરી
374 * જૈન રાસ વિમર્શ