________________
ઉછામણીથી કર્યું. અન્યનું આખા જન્મારાનું જે પુય હોય એનાથી શ્રી હીરનું એક ઘડીનું પુષ્પ ચડી જાય. ત્યાંથી ઊતરી પાલિતાણામાં આવે છે. ત્યાં કેટલાક દર્શનાર્થીઓને પાલો રાંધીને જમતાં હીરસૂરિએ જોયા તે ન ગમ્યું. તેથી સોમવિજયજીને વાત કરી. સોમવિજયજીએ તેજપાલને વાત કરી. તેજપાલે સાંગદે સાથે મળી દર્શનાર્થીઓને તેડ્યા. બધાને ચાર રોટલી, ચાર કડછી અન, પાશેર ઘી, બે શાક, સુખડી આપી. બધા ખુશ થયા. હીરની કીર્તિ આકાશે પહોંચી.
ઉદયકરણ શેઠ ગચ્છપતિને ખંભાત આવવા વિનવે છે. દીવનો સંઘ પણ ખૂબ વિનંતી કરે છે. મેઘજી પારેખ, દામો પારેખ, રાવજી ખોળા પાથરે છે. દીવના લાડકીબાઈ વિનંતી કરતાં કહે છે કે –
સઘલે જ્યોતિ કરતો તે સદા, ભુંયરામાંહિ ન ઊગ્યો કહા; ભુંયરાના વાસી છું અમો, તિહાં અજવાળું કીજે તમો. ૨૧૯૭
સંઘની ઉત્કટ વિનંતીથી હીરજી ઊના જવાનું નક્કી કરે છે. દાઠા, મહુવા થઈ દેલવાડા અને અજારા આવ્યા. ત્યાં ભગવાનની પૂજા કરી. દશરથપિતા અજરામે (અમરાની) મૂર્તિ ભરાવી હતી. તેની ઉત્પત્તિનો વૃત્તાંત ખૂબ સુંદર વર્ણવવામાં આવ્યો છે. અજારાથી દીવનો સંઘ ગુરુજીને તેડી ગયો. ત્યાંથી ઊના ગયા, સવારે ૨૫ સાધુઓ હતા. ત્યાં આજમખાન ગુરુને વાંદવા આવે છે. ગુરુનું વ્યાખ્યાન સાંભળી ખુશ થાય છે. ગુરુના આદેશથી બંદીઓને છોડે છે. ઊનામાં ત્રણ મોટી પ્રતિષ્ઠા થાય છે. પ્રથમ મેઘજી પારેખે કરાવી, બીજી લખરાજ રૂડાએ કરાવી અને ત્રીજી લાડકીબાઈની માતાએ કરાવી. ત્યાંના શાહબકોરે સંયમ અંગીકાર કર્યો. શ્રીમાળ વંશના શણગારરૂપ હતા. અનેક શાસ્ત્રો ભણી નિર્મળ સાધુપણું પાળે છે. ઉપધાનભાવ અને વ્રતપૂજા થઈ નવાનગરનો પુરુષ અને જામસાહેબ વજીર અબજી ભણશાલી આવી ગુરુને વંદન કરે છે. ઊનામાં ચોમાસુ પૂરું થયું એટલે સૂરિજી વિહાર માટે તૈયાર થયા. પણ શારીરિક સ્વાથ્ય સારું ન હોવાથી શ્રાવકોએ કહ્યું કે, “આ વર્ષે પણ ચોમાસું અહીં જ રહો. શરીર સ્વસ્થ થતાં વિહાર કરજો.” આમ ઊનામાં જ રોકાયા. પગે સોજા હતા. ઔષધ કરાવતા નહોતા. દિવસે દિવસે સ્વાથ્ય બગડે છે પણ ઔષધ કરાવતા નથી તેથી દીવ-ઊનાનો સંઘ ભેગો થયો. બધા તે જ સ્થાને ઉપવાસ પર ઊતર્યા. ગુરુને નિર્દોષ ઉપચાર કરાવવા આગ્રહભરી વિનંતી કરી. બાળકોને માતા ધવરાવતી પણ નથી. આથી 372 જૈન રાસ વિમર્શ