________________
જ નહિ જીવદયામાં ધર્મ છે તે સમજ્યો અને તે પ્રમાણે કરવા તૈયાર પણ થયો. ખાને હીરસૂરિને બંને સાધુઓને ગચ્છમાં પાછા લેવા વિનંતી કરી ત્યારે પૂ.શ્રીએ કહ્યું કે અમને એ લોકોને સાથે રાખવામાં શું વાંધો હોય? પરંતુ એ લોકો ગુરુ આજ્ઞા માનતા નથી. પોતાની રીતે વર્તે છે. છતાં તમારા કહેવાથી ગચ્છમાં લઈએ છીએ. કાસમખાને બંનેને ગુરુને સોંપ્યા અને કહ્યું કે ગુરુ કહે તે રીતે વર્તજો. ખાને ગુરુદેવને વાજતેગાજતે વળાવ્યા. ગુરુદેવ ઉપાશ્રયમાં આવ્યા ત્યારે તે બંનેએ પૂછ્યું કે, “અમે ક્યા સ્થાને ઊતરીએ?” આથી લાભવિજયે કહ્યું, “મસ્જિદમાં જઈને ઊતરો, સઘળું કહેણ કરીને આવો પછી તમને સમુદાયમાં લઈશું.” આથી બંને ખૂબ લજ્જા પામ્યા. અને પાછા વળ્યા. ફરી પાછા એમણે વિનંતી કરી નહિ અને પોતાની રીતે અલગ રહ્યા. હીરગુરુની કિર્તિ સર્વત્ર પ્રસરી.
પાટણમાં હીરસૂરિને સ્વપ્ન આવ્યું કે પોતે હાથી પર બેઠા છે અને હાથી પર્વત ચડે છે. આ સાંભળી સોમવિજય બોલ્યા, જેનું તમે મનમાં ચિંતવન કરતા હતા તે શત્રુંજયયાત્રા સુખથી થશે.” સ્વપ્નનો આવો સંકેતાર્થ સાચો માની તેઓ વિમલાચલ જવાનું નક્કી કરે છે. સકળ સંઘ ભેગો થશે. ગામેગામ કાસદ મોકલ્યા. સહુ શત્રુંજય જવાની તૈયારી કરવા લાગ્યા. પાટણથી વિહાર કરી અમદાવાદ આવ્યા. ત્યાંના પાદશાહ પૂછે છે કે ધર્મ કોને કહેવાય? શાહ મુરારિને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવે છે. પાદશાહ ખૂબ ખુશ થાય છે. કાંઈક માંગવાનું કહેતાં જીવરક્ષા માગે છે. અમારિ પડહ વગડાવી. માણસોને સાથે ધ્યાન રાખવા મોકલી ગુરુને વિદાય આપે છે. ધોળકા પહોંચ્યા ત્યાં ઉદયકરણે તેમને રોકી રાખ્યા. ત્યાંથી ઘણા સાથે જોડાયા. સોરઠનો સ્વામી હરિગુરુની સામે આવ્યા. અકબરના ફરમાન તેમને બતાવ્યા. તેમણે ખૂબ માન આપ્યું. ગુરુદેવનું શત્રુંજયમાં અભૂતપૂર્વ સ્વાગત થાય છે. સં. ૧૯૫૦માં ચૈત્રી પૂનમે ૭ર સંઘવીઓ સાથે પધાર્યા.
ઢાળ ૮૩ના દુહામાં શત્રુંજય પર્વતની એકથી સાત ટૂંકનું વર્ણન કવિએ ખૂબ સરસ રીતે કર્યું છે. સાતે ટૂંકમાં શું આવેલું છે તેનું સંપૂર્ણ વર્ણન કરી. ઢાળ ૮૪માં શેત્રુંજ્ય પર્વતના એક એક દેહરા તેમ જ સ્થળનું વર્ણન છે જે ખૂબ સુંદર રીતે કેટલાં જિનબિંબ, કેટલી દેરીઓ, કેટલાં પગલાં બધું જ છે ત્યાર બાદ શત્રુંજય માહાસ્ય બતાવે છે. અન્ય તીર્થો છે પણ જ્યારે પૂર્વના કોટિ પુણ્યો ભેગા થાય ત્યારે શ્રી વિમલાચલના દર્શન થાય. તે મહત્ત્વ
370 * જૈન રાસ વિમર્શ