________________
તેનું વર્ણન રાસમાં જોઈએ તો,
ગચંદ્રસૂરિ તે જગમાં સાર, આંબિલ કીધાં વરસ જ બાર; આદ્ધપુર નગરી મેં જોય, તપા બિરુદ તિહાં કણિ હોય. ૧૩૪૧ ત્રંબાવતી નગરીમાં જોય, દફરખાન તવા હાકિમ હોય; મુનિસુંદરસૂરીશ્વર જેહ જીતે વાદ દિગંબર તેહ. ૧૩૪૨ વાદી ગોકલસાંઢ વૃંદ થાય, તિમ તિહાં બોલ્યો અકબર શાહ; જગત ગુરુ બિરુદ તે કહે, હરિ તણી શોભા વાહ. ૧૩૪૩
ત્યાર બાદ વિજયરાજ પ્રબંધમાં બે પાદશાહી સાધુ વિજયરાજ અને જિનવિજયનું વર્ણન છે. ત્યાંથી હીરગુર મથુરાપુર, ગ્વાલિયરગઢ થઈ આગ્રા પધાર્યા. ત્યાંથી મેડતા થઈ નાગોર પધાર્યા. ત્યાં ચાતુર્માસ કર્યું. ત્યાંથી શિરોહી આવ્યા જ્યાં વિજયસેનસૂરિ સાથે મિલન થયું. વિજયસેન ગુજરાતમાં ખંભાત આવ્યા. જ્યાં વાજિયા-રાજિયા પારેખે પાંચ પ્રાસાદ કરાવી કનકરત્નમય તેમ જ રજત, પિત્તળ, પરવાળાના બિંબ ભરાવીને કીર્તિસ્તંભ સ્થાપ્યો. તે બંનેના એમાંયે રાજિયાના એટલા ગુણ છે કે કહેતા પાર ન આવે. સંવત ૧૬૬૧માં જ્યારે ભયંકર દુકાળ પડ્યો ત્યારે ૪000 મણ અનાજ આપીને વહીવટીતંત્રને ઉગારી લીધું. શિરોહીમાં ૧૦ દીક્ષા થઈ. જેમાં શ્રીવંત શાહના પુત્ર કુંવરજી હીરસૂરિના પટ્ટધર વિજયાનંદસૂરિ થયા. બીજો પુત્ર ધારો પંન્યાસ ધર્મવિજયત્રીજો પુત્ર અજો પંડિત અમૃતવિજય અને ચોથો પુત્ર મેઘો મેરુવિજય ગણિ થયા. એ જ ગામમાં વરસંગ શાહ થયા તેમણે દીક્ષા લીધી. તે વરસિંગ પંન્યાસ થયા. તેમને ૧૦૮ શિષ્યો થયા. શિરોહીથી નીકળી ગુરુએ પાટણમાં ચાતુર્માસ કર્યું.
હીરગુરુના કહેવાથી અકબર પાસે રોકાયેલા શાંતિચંદ્ર ઉપાધ્યાયે કથાકોશ (કૃપારસકોશ) રચ્યો. તે અકબરને સંભળાવી બોધ પમાડ્યો. અકબરના મનમાં દયાધર્મ વસ્યો, અકબરના જન્મનો આખો મહિનો, રવિવારના દિવસો, સંક્રાંતિ અને નવરોજના દિવસો એ દિવસોમાં જીવહિંસા ન કરવાનું ફરમાન કર્યું. ઈદ આવતી હોવાથી ત્યાંથી વિહાર કરવા અકબરની રજા માગી. કારણ તરીકે વર્ણવ્યું કે ઈદના દિવસે હિંસા થાય તો મને પણ દોષ લાગે. અકબરને કહે તમારા ગ્રંથમાં ઈદને દિવસે રોટીને ભાજી ખાવાનું લખ્યું છે. અકબરે બધા ઉમરાવોને એકઠા કરી કિતાબ વંચાવી ત્યારે તેમાં 366 * જૈન રાસ વિમર્શ