________________
સુખી હોય તબ આતમા, લહે ખુદાની વાત; અકળ અવરણ અભેદ છે, નહિં પગ મસ્તક હાથ, ૧૧૫૯
(ઢાળ-૪૬ પદમરાય વિત એ દેશી)
જન્મ જરા ને મરણ નહિં ખુદા તણિ રે, ખુદાના ગુણ એકત્રીસ;
પંચવરણથી ખુદા રહ્યો જંગ વેગળો રે, દોએ ગંધ નહિં ઈસ. સુણીએ પાતા રે.
પાંચ રસ જેણે પ્રેમ કરીને પરિહર્યાં રે, આઠ ફરસ ત્રિણ્ય વેદ; શરીર રૂપ નહિં કોએ ખુદા તેણે રે, કરવો સંગ ન ખેદ. સુણી.
૧૧૬૦
૧૧૬૧
ઉપજિ નહિં એ સાંઈ કહા સંસારમાં રે, નહિ પંચે સંસ્થાન; ગુણ એકત્રીસ એ સમરું ભવિ સિધ્ધના રે, જેહને નિરમલ ગ્યાન. સુણી. ૧૧૬૨
સુખ અનંતું રોગ સોગ ભય દુખ નહિં રે, મુગતિશિલા સુખસાર; યોજન લાખ પિસ્તાલીસ પોહોલી લંબપણે રે, ચંદ તણે આકાર. સુણી ૧૧૬૩
364 * જૈન રાસ વિમર્શ
મુગતિશિલા ઉપર ઊંચુ જે જિન કહિં રે, યોજન ચોવીસમો ભાગ; અનંત દરસણ બળ ને વીરજસ્તું વળી રે; ત્યાં હાં રહે ખુદા નિરાગ.સુણી ૧૧૬૪ અહીં ખુદાનું સ્વરૂપ બતાવવા સાથે તે કયા સ્થાને રહે છે તે બધું પણ સુંદર રીતે વર્ણવ્યું છે.
ઢાળ ૪૭માં સાધક કેવા હોય? તેનો ધર્મ કેવો હોય? મુક્તિમાર્ગ કેવો હોય? તેનું ખૂબ સુંદર વર્ણન.
ઢાળ ૪૮માં પંચાચા૨, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા ગોચરીના બેંતાલીસ દોષનું ખૂબ સુંદર વર્ણન છે.
આચાર્યના ૩૬ ગુણનું વર્ણન કર્યું ત્યારે અકબર પૂછે છે કે, “તમે આ ધર્મ બતાવ્યો તે તમે કરો છો?’’ ત્યારે જવાબમાં હીરગુરુએ કહ્યું, “એવો ધર્મ પૂરેપૂરો તો ક્યાંથી કરી શકાય? થોડો ઘણો કરીએ છીએ.'' જવાબ સાંભળી અકબર ઘણો ખુશ થયો. હીરગુરુની પ્રશંસા કરતો કરતો કહે છે કે આવા ફકીર મેં ક્યારેય જોયા નથી. વળી દર્શનો તો ઘણાં જોયાં પણ આવું દર્શન તો એકેય નથી. ત્યાર બાદ ગુરુની ભાટચારણની જેમ ઘણી