________________
છું તેમ તમે સંપૂર્ણ ઋદ્ધિ પામશો.
આ ઉપરાંત રાત્રે શાસનદેવી પધાર્યા તેના આશીર્વાદ મળ્યા. અકબરના પ્રતિનિધિ તરીકે સાહિબખાન અમદાવાદ ઘણા આડંબરપૂર્વક સૂરિજીને લેવા આવ્યો. રસ્તામાં ગુરુ સાથે સત્સંગ કરે છે જેમાં ગુરુદેવ જૈન ધર્મનું સ્વરૂપ, સાધુના વ્રતો, અહિંસા, અપરિગ્રહ, અસત્ય, અદત્ત વગેરે સિદ્ધાંતનું સ્વરૂપ સમજાવે છે. મુનિએ કયા બાવન બોલનો ત્યાગ કરવો જોઈએ તે પણ સમજાવે છે. આ બધા વર્ણનમાં કવિનું જૈનધર્મનું જ્ઞાન કેવું વિશાળ અને ગહન છે તેનો ખ્યાલ આવે છે. હરિગુરુ પાટણની યાત્રા કરી, રોહમાં સહસા અર્જુન નામના ભીલોના સરદારને પ્રતિબોધી આ પધાર્યા. ત્યાં ગિરિરાજની યાત્રા કરી. આબુમાં વિમલવસહીને જોઈ હીરગુરુ તેની વારંવાર પ્રશંસા કરે છે. આ વિમલ કોઈ જેવો તેવો રાજા નથી. તેની ઉપર ત્રણ ત્રણ દેવીઓની અમદષ્ટિ છે. તે વર્ણવતાં કવિ લખે છે કે, દુહા.
ત્રણ્ય દેવી પરગટ હુઈ અંબાઈ સૂતક; પંચ કોસ બાણ જ વહે સિંઘનાદ આપેહ. ૯૪૫ પદમાવતી ગજ વીસનું, આપે પ્રાકમ સાર; ચક્રેશ્વરી લચ્છી દીએ, તૂકી વિમલકુમાર ૯૪૬ વિમલે લચ્છી બહુ બાવરી, શેત્રુજે સંઘવી થાય; ગઢ ગિરનારે જઈ કરી, આવ્યા વિમલ સુરાય. ૯૪૭
વિમલને અંબાજીએ પ્રસન્ન થઈ કાં પ્રાસાદ, કાં પુત્ર એ બેમાંથી એક માગવા કહ્યું ત્યારે તેમણે પુત્રને બદલે પ્રાસાદ માગ્યો. આ પ્રાસાદનાં દર્શન કરી ઘણાં લોકો તીર્થકર નામગોત્ર બાંધે છે. ત્યાંથી વસ્તુપાળના દેરાસરો જુહારી હીરગુર સિરોહી આવે છે. ત્યાંનો સુલતાન સામો આવી ગુરુદેવનું ઠાઠમાઠથી સ્વાગત કરે છે. હીરગુરુના સત્સંગથી ખુશ થઈ તે વ્યસનો ત્યાગે છે. ત્યાંથી સાદડી, રાણકપુર, ફલોધિના જિનમંદિર જુહારી સાંગાનેર પહોંચ્યા. ત્યાંથી વિહાર કરી આગળ નીકળેલા વિમલહર્ષ ઉપાધ્યાય હીરગુરની પહેલા બાદશાહને મળવા જવા વાત કરે છે. ત્યારે શ્રાવકો ના પાડે છે. જવાબમાં વિમલહર્ષ કહે છે.
362 * જૈન રાસ વિમર્શ