________________
શ્રીગણવિજ્જાપના માંહિ, ઉપાશગદશાંગ છે વળી જ્યાંહિ; પ્રતિમા પૂજી ત્યાંહિ હો ગુરુજી વિજય
૪૩ર મૂળસૂત્રો પેખઓ નર સારો, અર્થ ભલો અનુયોગ હવારો; નામાદિક ઠવણા ધારો હો ગુરુજી વિજય
૪૩૩ આર પ્રકારેં અરિહંત ધ્યાઉં, તિહા જિનપ્રતિમાના ગુણ ગાઉ; સકળ પદારથ પાઉં હો ગુરુજી. વિજય૦
૪૩૪ ઉપરના બધા સૂત્રોમાં જિનપ્રતિમાનો અધિકાર આવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર નિર્ણયોથી અરિહંતને ધ્યાવવાની વાત કરી છે. ત્યાંથી પાટણ આવી ત્યાંના દુર્દાન્ત સુબા કલાખાનને મળ્યા. તેમને પોતાના જ્ઞાન વડે પ્રભાવિત કરી, શંકા નિર્મળ કરી એક મહિના સુધી જગતમાં અમારિનો હુકમ બહાર પાડવામાં આવ્યો. હીરગુરુના હાથે વીરમગામમાં ગોપાળજીએ સંયમ લીધું તેની પાછળ બીજા અઢાર જણા દીક્ષિત બન્યા. ગોપાળજીનું નામ સોમવિજય, કલ્યાણજીનું નામ કીર્તિવિજય, બહેનનું નામ વિમળશ્રી રાખ્યું. સોમવિજયજી ઉપા. થયા. તેઓ હીરગુરુના પ્રધાન ગણાતા હતા. વિનયવિજયજી ઉપા. હતા તેમના ગુરુ કીર્તિવિજય હતાં. સોમવિજયની દેશના નંદિષણની જેમ ક્યારેય ખાલી જતી નહોતી સં.૧૬૩૪માં પાટણમાં કલાખાનનો ઉપસર્ગ આવે છે અને હીરગુરુને ત્રણ માસ સુધી ગુપ્તપણે રહેવું પડયું હતું. સં.૧૬૩૬માં પણ આવો જ ભયંકર પરિસહ આવ્યો. જેમાંથી તેઓ હેમખેમ પાર ઊતર્યા.
દિલ્હીમાં ચંપા શ્રાવિકાએ છ માસી તપ કરતાં વરઘોડો નીકળ્યો. તે જોતાં અકબરને હરિગુરુ વિષે જાણકારી મળી અને તેણે હીરગુરુને દિલ્હી તેડાવવાનું ફરમાન કર્યું. અકબરની સંપત્તિનું વર્ણન કરતાં કવિ કહે છે કે, (ઢાળ,૩૭ – ચોપાઈ)
સોળ સહિજ ગજે જેહને બારિ, ઐરાવણ સરિખા તે દ્વારિક નવલખ કયવંર કેરી હારિ, તરણિ-અશ્વ સરખા તે દ્વારિ. ૭૦૩ રથ રૂડા જસ વીસ હજાર, દિનકર રથથી અધિક અપાર; અઢાર લાખ પાયગ પરિવાર, તોમર ગુરજ હાર્થિ હથીઆર૦ ૭૭૪ અકબરની આણ કેટલા પ્રદેશમાં પ્રવર્તતી હતી તે દર્શાવતા કવિ કહે છે,
360 * જૈન રાસ વિમર્શ