________________
નમ્યા. સુમતિવિજય નામ આપ્યું. તેઓ ૩૮મા ઉપાધ્યાય થયા. ગુરુ શ્રી વિજયદાનસૂરિ મ. વડલી (વડાવલી)માં સ્વર્ગવાસી થયા. ત્યારે હીરવિજયસૂરિને બધું ભળાવવામાં આવ્યું. તેમની કીર્તિ ચોમેર પ્રસરી, બાર વર્ષ તેઓ આચાર્યપદે રહ્યા. ત્યાર બાદ ભટ્ટારકપદે સ્થાપિત થયા. અહીં ગુરુદેવ પર સનાબખાનનો ઉપસર્ગ આવ્યો. તેઓ ત્રેવીસ દિવસ છુપાતા રહ્યા. વિ.સં. ૧૬૨૮માં રાજનગર મુકામે, ફાગણ સુદ સાતમના દિવસે શાસનદેવીની આજ્ઞાથી વિમલને આચાર્યપદવી આપી. વિજયસેનસૂરિ નામ સ્થાપન કર્યું. આગમજ્ઞાતા વિમલહર્ષને ઉપાધ્યાયપદ પર સ્થાપન કરવામાં આવ્યા. લોંકા મતના ગચ્છનાયક મેઘજી ઋષિ આચાર્ય આવીને હીરગુરુના ચરણે નમ્યા. તેઓએ પ્રતિમાપૂજનનો ઇન્કાર કરેલો. હવે તે પ્રતિમાપૂજનની પ્રેરણા કરે છે. એ માટે આગમોમાં કયાં કયાં તેનું વર્ણન આવે છે તે દર્શાવતા કવિનું જ્ઞાનઊંડાણ બહાર આવે છે. આગમનો અભ્યાસ ગહન રીતે કર્યો છે તે આના ૫૨થી સાબિત થાય છે, આ આગમો જોઈએ જેમાં જિન પ્રતિમાનો અધિકાર છે....
(ઢાળ-૨૭ દેશી ત્રિપદી ચોપાઈની)
છ આવશ્યક રિષિ કરતાં જોય, જિનપુજા ફળ ઇચ્છે સોય; નંદીસૂત્રે પ્રતિમા જોય હો ગુરુજી વિજ્ય
જીવાભિગમ અને ઠાણાંગ, જો જે ભગવતી પંચમ અંગ; ઉવાઈસૂત્ર ઉપાંગ હો ગુરુજી વિજ્ય
શાતાધર્મકથાંગે જોય, દ્રુપદી પૂજા કરતી સોય; છેદ ગ્રંથે પ્રતિમા હોય હો ગુરુજી. વિજ્ય
પ્રશ્ન વ્યાકરણ તે દશમું અંગ, ચેઈ વૈઆવચ ઉપર રંગ; પૂજે પ્રતિમા અંગે હો ગુરુજી વિય
રાયપસેણી ભત્તપયન્ના, કલ્પસૂત્ર જુઓ એકમા; જિન પૂજે તે ધા હો ગુરુજી વિજ્ય
ઉત્તરાધ્યયન સમવાયાંગ છેદ, મહાનિશીથમાં પ્રતિમાવેદ; જંબુદ્રીપપન્નતિ ભેદ હો ગુરુજી. વિજય
૪૨૬
૪૨૭
૪૨૮
૪૨૯
૪૩૦
૪૩૧
શ્રી હીરવિજયસૂરિ રાસ * 359