________________
ચોપાઈ) તિલંગ બાબર હુમાઉ જુઓ, અકબર સરિખો કો નવિ હુઓ;
અનેક દેશ લીધા જેણે સંગ, અંગ વંગ અતિ જ કિલિંગ૭૧૭ ગઉડ ચઉડે તિલંગ માલવો, સોરઠ દેશ જસ પોતે હવો; ગુર્જર કુંકણ નિ મલબાર, દખ્યણ દેસ જસ પોતિ સાર. ૭૧૮ ખુરાસાન કાબુલ મુલતાન, ખાનદેશનો તે સુલતાન; લાટ, ભોટ વાગડ ભંભેર, કચ્છ દેસ જેણે કરિયું જેર. ૭૧૯ કર્ણાટક મારૂ મેવાડ, દૂરિ કર્યા જેણિ ડુબી ચાડ; જાલંધર દીપક નિ સિંઘ, મોટા રાય કર્યા જેણિ બંધ. ૭૨૦ મગધ દેશ કાસી નેપાલ, કોશલ દેશનો તે ભૂપાલ; અનેક દેશ તુજ પોતે બહુ વિષમા ગઢ તે લીધા સહુ ૭૨૧ ચીત્રોડગઢ તિણે દીધી દોટ, લીધો કુંભમેરનો કોટ, પાવો જૂનોગઢ આશેર, જીતા કોટ વાજેતે ભેર. ૭૨૨
આટલી સત્તા, સંપત્તિનો સ્વામી એવો અકબર પુણ્યોદયે ગુરુ હીરને મળ્યો અને તેના પ્રભાવથી જૈન ધર્મની કીર્તિ દિગદિગંતમાં ફેલાઈ. અકબરના જનાનખાનાનું વર્ણન કરતાં કવિ નારીના ચાર પ્રકાર પદ્મિની, હસ્તિની, ચિત્રિણી અને શંખિની તેનાં લક્ષણો સહિત ખૂબ સુંદર રીતે વર્ણવે છે. જે તેમના જ્ઞાનગાંભીર્યની સાક્ષી પૂરે છે. આ પછી જ્યારે શ્રી હીરવિજયસૂરિ અકબરને મળવા દિલ્હી જવા ગંધારથી નીકળે છે ત્યારે શુભ મુહૂર્ત નીકળી સામા કોણ મળે છે તેનું વર્ણન કરતાં જે વાત લખે છે તેનાથી તેમનું શુકનશાસ્ત્રનું જ્ઞાન કેટલું ઊંડાણભર્યું છે તેનો ખ્યાલ આવે છે.
ગર્જના કરતો હાથી – મહિમા જગત ગાશે, હાથીની જેમ બધે પૂજાશે અને હાથીના શરીરની જેમ યશ વધશે.
જમણી બાજુથી નોળિયો – મારાથી જેમ સર્પ દૂર ભાગે છે તેમ તમને જોઈ દુર્જનો દૂર ભાગશે.
કંકુમ - પુષ્પયુક્ત ગાય - મારી જેમ આ મુનિવરની પણ પૂજા થશે. તેમને બધા પવિત્ર માનશે.
નીરભર્યો ઘડો – તમારી નિર્મળ કીર્તિ થશે અથવા હું જેમ પૂર્ણ
શ્રી હીરવિજયસૂરિ રાસ 361