________________
કાળ બધાનું ભક્ષણ કરે છે પણ કાળનું કોઈ ભક્ષણ કરી શકતું નથી. કાળ એવો જબરો શિકારી છે કે જે નાનામોટા સૌના શિકાર કરે છે. કવિ બીજા દુહામાં સુંદર મજાનું રૂપક આપે છે. કાળ રૂપી સુથાર સૂર્યચંદ્રરૂપી કરવત વડે આયુષ્યરૂપી લાકડાને વહેરે છે.
આમ માતા-પિતાના વિયોગથી દુઃખી હીરને બહેનો પાટણ લઈ જાય છે. જ્યાં વિજયદાનસૂરિ મહારાજનો સત્સંગ એ વ્યાખ્યાનશ્રવણ તેમને સંયમ લેવા માટે પ્રેરણા આપે છે. બહેનો પાસે રજા માંગતા બહેન મૂછ ખાઈ ઢળી પડે છે. પરંતુ હીરજી જુદા જુદા દચંતો સાથે બહેનોને સમજાવે છે. સંઘ પણ તેમને સમજાવે છે આથી રજા આપે છે. દીક્ષાનો વરઘોડો નીકળે છે. નાના એવા તેજસ્વી બાળકને સંયમ પંથે જતાં જોઈ અઢારે વરણના લોકો અશ્રુધાર વહાવે છે. ત્યારે તે જોઈને પશુ-પંખીનો રાજીપો શુકનરૂપે વાણીમાં વર્ણવતા કવિ લખે છે કે, ઢાળ ૨૪ દેશી ચોપાઈની –
અભે મરીઉં છું જ અનાથ, અહ્મ મસ્તગ એ હોશે નાથ; હેમ સરીખો એ ત્રીષ થશે, અહ્મ મારતા મુકાવશે. ૩ર૪ તિણ કારણ નવિ રોઉં અહ્મો, હીયડે હર્ષ ધરો નર તુહે; વીરશાસને એ દિનકર થશે, દિન દિન ઉન્નતિ અધિકી કુશે. ૩૨૫
ભગવાન મહાવીરે જેમ મેઘકુમારને દીક્ષા આપી હતી તેવી રીતે શ્રી દાનસૂરિ મહારાજે તેર વર્ષની વયવાળા બાળકુમાર હીરજીને વિ.સં. ૧૫૯૬, કારતક વદ ૨, સોમવાર, મૃગશીર્ષ નક્ષત્રમાં દીક્ષા આપી. એમની દીક્ષા પછી બીજા આઠની દીક્ષા થઈ તે અધિકાર કવિએ ખૂબ સુંદર રીતે વર્ણવ્યો છે. ગુરુએ વિ.સં. ૧૬૦૦માં પંન્યાસપદ આપ્યું. ત્યાર બાદ સં. ૧૬૦૮માં એ જ નાડુલાઈ ગામે જ્યાં ભ.આદિનાથ અને નેમિનાથના સુંદર મંદિરો શોભે છે ત્યાં પંહીરહર્ષજી, પંધિર્મસાગરજી તથા પં. રાજવિમલજી ત્રણેને મોટા મહોત્સવ સાથે ઉપાધ્યાય પદ અર્પણ કર્યું. વિ.સં. ૧૬૧૦માં પોષ સુદ પાંચમ, ગુરુવાર સિરોહી મુકામે હીરહર્ષને આચાર્યપદ અર્પણ કરી શ્રી હીરવિજયસૂરિ નામ આપ્યું. રાણકપુરના દેરાસર બનાવનાર ધના શેઠના કુળમાં થયેલા ચાંગા મહેતાએ પુષ્કળ દ્રવ્ય ખર્ચીને આચાર્યપદવીનો મહામહોત્સવ કર્યો. જોટાણામાં જિનદાસ ઋષિ મળ્યા. તે લંકા મત છોડીને હીરવિજયસૂરિના ચરણે
358 * જૈન રાસ વિમર્શ