________________
શિરે ટોપીએ આંગણું પંચવરણું, મુખ ચંદ સરીખ દુખ નાય હરણું; અર્ધ ચંદ સરીખો જસ હોય ભાલ, કનકવાટિકા વારણા સોહે ગાલ.
હીર.૨૦૫ હીર કમલદાન લોચનો સબળ સોહે, શુકચંચુ પરે નાશિકા મન હી મોહે; હીરદાંત દીસતા અતિ અમૂલો, લાજી વને ગયાં જ મચકુંદ લો.
હીર ૨૦૬ અધર રક્તવર્ણી દુભ કોટ કહિયેં, હીર પોયણાપાન જિસી જીભ લહીયે; કંઠ શંખ પરે મીઠો અતિ વિશાલો, ભુજા હોય સરલ જિસી કમલનાલો.
હીર ૨૦૭ હૃદય નિર્મલું નાભિ ગંભીર જાણું, કટી કેશરી સિંહની પરે વખાણું; ગતિ વૃષભની કાંતિ સોજા કાય, દેખી રીઝતી બહેનડી હીરમાય.
હીર. ૨૦૮ બાળક હીર ધીમેધીમે મોટો થાય છે, પંડિત પાસે અભ્યાસ કરે છે. ભણવામાં ખૂબ હોશિયાર છે. સરસ્વતીપુત્ર જેવો લાગે છે. પંડિતજી પાસે અભ્યાસ પૂરો કરી ગુરુ પાસે ધાર્મિક અભ્યાસ માટે તેને મોકલવામાં આવે છે. ત્યાં ધર્મનું સ્વરૂપ સમજતાં મનમાં વૈરાગ્યબીજ રોપાય છે. માતા-પિતા પરણાવવાની તૈયારી કરે છે. બાળ હીર કહે છે “હજુ હું નાનો છું મારા લગ્ન કરવાની ઉતાવળ ન કરો.” વાતવાતમાં એમ પણ કહે છે કે, “તમારો એક પુત્ર જો સાધુ હશે તો કુળ અજવાળશે.” પણ માતા-પિતાની દીક્ષાની રજા આપવા ચોખ્ખી ના પાડે છે ત્યારે હીર કહે છે “માતા-પિતાને દુઃખ થતું હશે તો સંયમ નહિ લઉં પણ પરણાવવાની ઉતાવળ ના કરો.” થોડો સમય પસાર થતાં માતા-પિતા મૃત્યુ પામે છે. હીરને ઘણું દુઃખ થાય છે. સંસારમાંથી દરેકે જવાનું જ છે તે વાસ્તવિકતાથી મન ઉદ્વેગમય બની જાય છે. કાળ વિષે વિચારે છે – (દુહા) કાળ જગ ખાધો સહી, કુણે ન ખાધો કાળ;
કિાલ આહેડી જગ વડો જેણે ભખીઆ વૃદ્ધ બાળ. ૨૩૨ આઉખારૂપી લાકડું, રવિશશીરૂપ કરવત્ત; કાળ રૂપીઓ સૂત્રધારસ વહેરી આણે અંત. ૨૩૩
શ્રી હીરવિજયસૂરિ રાસ +357