________________
પાંચ શ્લોકોમાં “હીરસૌભાગ્યમ્” મહાકાવ્ય રચ્યું છે. બીજો ૫૫૫૧ ગાથાનો અને ત્રીજો ૯૭૪૫ ગાથાનો ગ્રંથ એમણે રચ્યો છે. આ ગ્રંથો તથા બીજા ગ્રંથોમાંથી પ્રેરણા લઈ કવિ ઋષભદાસે આ રાસની રચના કરી છે.
આમ અનેક ગચ્છપતિઓ થયા પણ હીરગુરુ સમાન કોઈ નહિ. ગ્રહમંડળમાં જેમ ચંદ્ર, દેવોમાં જેમ ઇન્દ્ર, રાજાઓમાં જેમ રામ, સતીઓમાં જેમ સીતા, મંત્રમાં જેમ નવકારમંત્ર, તીર્થોમાં જેમ શત્રુંજય, જિનેશ્વરોમાં જેમ ઋષભજિણંદ, ચક્રવર્તીઓમાં જેમ ભરતરાજા, પર્વતમાં જેમ મેરુ, સર્વ માર્ગોમાં જેમ મોક્ષમાર્ગ, નદીઓમાં જેમ ગંગા મહાન છે તેમ સર્વ ગચ્છપતિઓમાં હીરગુરુ મોટા છે. બ્રહ્મચારીઓમાં નેમકુમાર, નગરીઓમાં વિનીતાનગરી, પર્વોમાં પર્યુષણ, તરુવરોમાં કલ્પવૃક્ષ, સરોવરોમાં માનસરોવ૨, ગાયોમાં કામધેનુ જેમ મહાન છે તેમ હીરગુરુ સર્વે ગચ્છપતિઓમાં મહાન છે. રાસના અભ્યાસ દરમિયાન ધ્યાનમાં આવેલી કેટલીક સંશોધનાત્મક માહિતી
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક કાવ્યપ્રકાર અસ્તિત્વમાં આવ્યા. એમાં મુખ્ય ગણાવી શકાય તેવા કેટલાક પ્રકારો છે. રાસો, ફાગુ, આખ્યાન, બારમાસા, ગરબા, ગરબી વગેરે. રાસને માટે રાસો, રાસા, રાસુ કે રાસક શબ્દ પણ પ્રયોજાય છે જે લગભગ સમાનાર્થી છે. તેમાં તાત્ત્વિક ભેદ નથી. સાહિત્યસ્વરૂપની દૃષ્ટિએ રાસ એક નૃત્યકાવ્ય કે ગેયરૂપક છે, જેમાં ગેયતા, સંગીતાત્મકતા, છંદોબદ્ધ કથાવસ્તુ, અભિનેયતા ઇત્યાદિ તત્ત્વો મુખ્ય છે.
રાસનો અભ્યાસ કરતાં જણાય છે કે સામાન્ય રીતે રાસની શરૂઆત તીર્થંકરવંદના, મા સરસ્વતીની સ્તુતિ, ગણધરનંદન, ગુરુવંદન વગેરેથી થાય છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરી મહારાજશ્રીના જીવનચરિત્રના વિસ્તૃત વર્ણન સ્વરૂપ રાસની રચના કરતાં કવિ શ્રી ઋષભદાસજી મંગલાચરણમાં આરંભમાં જ વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીના ૧૬ પર્યાયવાચક નામોનો ઉલ્લેખ કરી તેમની કૃપાદૃષ્ટિ માટે પ્રાર્થના કરે છે. મા શારદાનાં જુદાંજુદાં નામ તેમણે કેવી ખૂબીથી વણી લીધાં છે તે જોઈએ તો :
354 * જૈન રાસ વિમર્શ