________________
તો સત્તરમા-અઢારમા સૈકામાં પૂર્ણ રીતે છવાઈ ગયા હતા. પોતાના જીવન કવનથી જૈનશાસન અને જૈનસાહિત્યને પ્રભાવિત તેમ જ સુસમૃદ્ધ કરનારા જે અનેક જ્યોતિર્ધર મહાપુરુષો થઈ ગયા. તેમાં જેઓનું નામ સુવર્ણાક્ષરે અંકિત કર્યા સિવાય ચાલે જ નહિ તે હતાં ભગવાન મહાવીરસ્વામીની પ૮મી પાટે થયેલા જગદ્ગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરિશ્વરજી મહારાજ.
જૈનશાસનના પ્રત્યેક અંગોમાં તેઓની સત્તા દરમિયાન તેઓની આગવી સૂઝ-સમજ-પ્રેરણા અને પુરુષાર્થથી અપૂર્વ ચેતનાનો સંચાર થયો હતો. ઋતુરાજ વસંતના આગમને ચારે બાજુ લીલીછમ વનરાજિ હરીભરી અને નવપલ્લવિત બની જાય છે. તેવી જ રીતે હીરગુરુદેવના શાસનકાળમાં જૈનશાસનમાં પણ જાણે નવી બહાર આવી ગઈ હોય તેમ અનેક શિખરો સર કરી ઉત્કૃષ્ટ વિકાસ સાધ્યો હતો.
સ્વ પર દર્શનના ટોચના ગ્રંથોનો તેમણે કરેલો ઊંડો અભ્યાસ તથા કરેલું આમૂલચૂલ પરિશીલન જોઈ સાંભળી ભલભલા ખેરખાં ગણાતા વિદ્વાનોનાં મસ્તકો પણ ડોલી ઊઠતાં. વાદ-વિવાદમાં વાદીઓને એવી રીતે પરાસ્ત કરતા કે ભલભલા વિદ્વાનો તેમનાં ચરણમાં મસ્તક નમાવી તેમનું શિષ્યત્વ અપનાવતા.
ફૂલ અને માખણ કરતાં પણ વધારે કોમળ હૈયું ધરાવતા તેઓ તપ, ત્યાગ, અને સંયમપાલન તથા અનુશાસનમાં વજથી પણ અધિક કઠોર હતા. તેઓના જીવનનો સૌથી મહત્ત્વનો ગણાય તેવો પ્રસંગ હોય તો તે અકબર બાદશાહને પ્રતિબોધ કર્યો તે છે. અમારિ પ્રવર્તક અને મોગલ સમ્રાટ અકબર પ્રતિબોધક તરીકે આ મહાન જૈનાચાર્યનું નામ ખૂબ જાણીતું બન્યું છે. હિંસામાં ચકચૂર, અતિશય જુલમી, માંસનું ભક્ષણ કરનાર ખૂબ જ પાપી રાજા હતો. આવો અકબર પણ પૂજ્યશ્રીના પ્રતિબોધથી અહિંસાનો મહાન ઉપાસક બન્યો હતો. વળી તેઓ તથા તેમના શિષ્યો આચાર્ય શ્રી વિજયસેનસૂરિ મહારાજ તથા ઉપાધ્યાય ભગવંતશ્રીઓ – શ્રી વિમલહર્ષજી, શ્રી સોમવિજયજી, શ્રી શાંતિચંદ્રજી, શ્રી ભાનુચંદ્રજી, શ્રી સિદ્ધચંદ્રજી આદિના ઉપદેશથી તેમણે પોતાના સમસ્ત રાજ્યમાં છ મહિના પર્યન્ત અમારિ પ્રવર્તાવી, હિન્દુ રાજ્યમાં પણ થવું મુશ્કેલ ગણાય તેવું કાર્ય એક યવનના રાજ્યમાં કરી દેખાડ્યું.
તેઓની હયાતીનો વિક્રમના સોળમા સૈકાનો પશ્ચાર્ધમાં તથા સત્તરમાં સૈકાનો પૂર્વાર્ધ કાળ કેટલાયે ઐતિહાસિક મહત્ત્વપૂર્ણ પ્રસંગોથી અવર્ણનીય
352 * જૈન રાસ વિમર્શ