________________
બની ગયો. એથી જ ઇતિહાસકારોએ એ સમયને “હીરયુગ” તરીકે નવાજ્યો છે. તેઓના સમયમાં જૈનશાસનનો વિજયધ્વજ દિગટિંગતમાં લહેરાતો હતો. જૈનધર્મની કીર્તિ ચારે દિશાઓમાં, ભારતમાં ખૂણેખૂણામાં ફેલાઈ હતી.
આવા મહાન પ્રભાવસંપના તેમ જ ત્યાગી-વૈરાગી અને પરમ તપસ્વી એવા મહાપુરુષના જીવનમાં જેની સંભાવના પણ ન કરી શકાય તેવા કષ્ટદાયક પ્રસંગો બન્યા છે, જેને વાંચતા કે સાંભળતા આપણે ધ્રૂજી ઊઠીએ. પરંતુ આવા કસોટીના પ્રસંગોમાં તેઓ જરાય ચલાયમાન ન થયા, ન સાધુપણામાં દોષ લગાડ્યો, ઊલટું કંચન જેમ અગ્નિપરીક્ષામાં શુદ્ધ થઈ સો ટચનું બને છે તેમ અણિશુદ્ધ પાર ઊતર્યા
એમને વિષે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીમાં જે અઢળક સાહિત્ય રચાયું છે તેમાં હીરસૌભાગ્યમ્ જેવા સંસ્કૃત મહાકાવ્યથી માંડીને ગુજરાતીમાં શ્રાવક કવિ ઋષભદાસે રચેલી ૧૧૦ ઢાળની દીર્ઘ રાસાકૃતિનો સમાવેશ થાય છે. એ સિવાય પદ્યાત્મક નાની-મોટી જેની ગણના કરતાં આપણે થાકી જઈએ એટલી કૃતિઓ તેમના તરફની ભક્તિને કારણે વિદ્વાનોએ રચી છે.
તેઓના પરિવારમાં ૨૦૦૦ સાધુઓ હતા. તેમાંથી કેટલાયે વિદ્વાનો, કવિઓ, વાદીઓ અને ગ્રંથોની રચના કરનારા હતાં. આચાર્ય શ્રી વિજયસેન સૂરિજી મહારાજ તેઓના મહાન શાસનપ્રભાવક પટ્ટધર હતા. ૭ ઉપાધ્યાય ભગવંતો, ૧૬૦ પંન્યાસજી મહારાજાઓના સમુદાયથી પરિવરેલા તેઓશ્રી તારાસમૂહની વચ્ચે રહેલા પૂર્ણ ચંદ્રની જેમ શોભતા હતા. આટલો વિશાળ શિષ્યસમુદાય અને તે પણ જ્ઞાનાદિ ગુણથી સમૃદ્ધ હોય તેવું ભાગ્યે જ બને. તેમના શિષ્ય-પ્રશિષ્યના વંશવેલા પર નજર કરીએ તો અનેક શાખાપ્રશાખાઓથી ભરપૂર ઘેઘૂર વડલો યાદ આવે છે. આવા પુરુષો વારેવારે થતા નથી. વૃક્ષોથી ઊભરાતા વન-ઉપવનને અટવી-અવનિ પર ઘણાં પણ બધે ચંદનનાં વૃક્ષ હોતા નથી, ચન્દન ન વને વને |
શ્રી હીરવિજયસૂરિનું જીવન અનેક ઉત્તમ, વિરલ ગુણોથી ભર્યુંભર્યું હતું. તેમના મનોમંદિરમાં એક એવો જ્ઞાનદીપક પ્રગટેલો હતો કે જે ક્યારેય બુઝાય તેવો નથી. તેનું તેજ આજ સુધી ફેલાયેલું જોવા મળે છે. આજે તપાગચ્છમાં જે વિજય શાખા, વિમલશાખા અને સાગરશાખા દેખાય છે તે બધાના મૂળ આહીરવિજયસૂરીશ્વરજી મહારાજમાં મળે છે. પૂર્વે દેવવિમલ પંન્યાસ થયા. તેમણે સોળ સર્ગમાં અને ત્રણ હજારને
- શ્રી હીરવિજયસૂરિ રાસ 353