________________
ચંદનના કાષ્ટની ચિતામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સોનાવ૨ણી ચેહ બળે, રૂપાવરણી દેહ, કુંકમ વરણી છાંયડી, અગ્નિ પ્રજાળે તેહ માન મ ધરશો માનવી, કિયો કાયાનો તે ગર્વ રે, સુર-નર કિન્નર રાજીયા, અંતિ મૃત્તિકા સર્વ રે.... ચંપક વરણી રે દેહડી, કદલી કોમલ જાંઘરે, તે નર સૂતા રે કાષ્ટમાં, પડઈ ભડોબડી ડાંગરે,
(કડી ૨૯, ૩૦, ૩૮, ૨૨ થી ૩૩, ૩૪ થી ૪૪) આ જગતમાં દેવતા, ચક્રવર્તી કે કિન્નર કોઈ અમર નથી. માટે હે માનવી! તું કાયાનો ગર્વ ન કરીશ કારણ કે અંતે માટીમાં સમાઈ જવાનું છે. કવિએ વર્ણવેલ દુહાઓ હિત શિક્ષાયુક્ત છે.
પોતાના સંકટમાં મદદ ક૨ના૨ સર્વને કુમારપાળ રાજાએ નવાજ્યા. અને જે જે વચનો બીજાને આપ્યાં હતાં તે પાળ્યાં. કૃષ્ણદેવ જે કુમારપાળ રાજાના બનેવી થાય તેઓ વારંવાર પૂર્વની સ્થિતિ યાદ કરાવી કુમારપાળની મશ્કરી કરતા હતા. કુમારપાળે તેમને વડીલ માની પ્રેમથી સમજાવ્યા, છતાં પોતાનું અનુચિત વર્ણન તેમણે છોડ્યું નહિ. આ દૃષ્ટાંતના સંદર્ભમાં કર્તા કહે છે કે “લક્ષ્મી, યૌવન, બાલ્યાવસ્થા, અતિસાર, હાથીના કાન સ્થિર રહી શકતા નથી. અને મૃત્યુ આવે ત્યારે પ્રાણ પણ રોકી શકાતાં નથી. જીભને વશમાં ન રાખતાં કૃષ્ણદેવ દુ:ખી થયા.’
કુમારપાળ રાજાએ હેમચંદ્રાચાર્યને ગુરુ તરીકે સ્વીકાર્યા. હેમચંદ્રાચાર્યના સત્સંગથી કુમારપાળ રાજા જૈન બન્યા. તેમને દ્રવ્ય સમક્તિની પ્રાપ્તિ થઈ તેમણે હેમચંદ્રાચાર્ય પાસેથી બે નિયમ અંગીકાર કર્યાં. (૧) પરદારાગમન ત્યાગ અને (૨) માંસ ભક્ષણનો ત્યાગ.
કુમારપાળ રાજાએ પાટણમાં હેમચંદ્રાચાર્યની હાજરીમાં ષટ્કર્શનના અધિકારીઓને બોલાવ્યા. તેમની સમક્ષ હેમચંદ્રાચાર્યે રાજાને સુદેવ, સુગુરુ અને સુધર્મનું સ્વરૂપ સમજાવ્યું. રાજા કુમારપાળને જૈન ધર્મમાં સ્થિર કરવા હેમચંદ્રા/યે ચાર મિત્રોનું દૃષ્ટાંત આપ્યું. જેમાં આચાર્ય રાજાને બોધ આપે છે કે, “સત્ય સમજાય ત્યારે અસત્યને છોડી દેવું એ સુજ્ઞ જીવોનું લક્ષણ છે. કદાગ્રહ એ સંસારવૃદ્ધિનું કારણ છે. માટે હે રાજન! મિથ્યાત્વ ધર્મને છોડી જૈન ધર્મને અંગીકાર કરો.”
કુમારપાળ રાસ * 343