________________
રાજાએ પુત્રપ્રાપ્તિ થશે કે નહીં એવો પ્રશ્ન પૂછ્યો. આદિ પ્રસંગોને કવિએ સુંદર રીતે વર્ણવેલ છે. અંતે સોમેશ્વર દેવે કહ્યું કે, “હે રાજન! તારા કર્મો અસાર છે તેથી તને પુત્રપ્રાપ્તિનો યોગ નથી.” અહીં પ્રસંગોપાત્ત પુણ્ય ખૂટતાં કર્મ પોતાનો કેવો વિપાક બતાવે છે તે કવિએ જણાવ્યું છે. સિદ્ધરાજની દિલગીરી અને રાણીઓની સંતતિ માટેની ઝરણા પણ કવિએ ખૂબ વિસ્તારપૂર્વક દષ્ટાંતો સહિત વર્ણવેલી છે.
ત્યારપછી સંસારની અસારતા તેમ જ સ્વાર્થવશ મનુષ્ય દુષ્કૃત્યો કરતાં અચકાતો નથી. આવા હિતોપદેશ કવિએ દષ્ટાંત સહિત દર્શાવેલ છે. અનેક ઉપાયો છતાં પુત્રપ્રાપ્તિ ન થતાં રાજા સિદ્ધરાજને દુર્બુદ્ધિ સૂઝી. તેણે વિચાર્યું. જો કુમારપાળને મારી નાખું તો તેના ભાગ્યમાં આ રાજ્ય હોવાથી તે મારો પુત્ર થાય અને રાજ્ય લે.” આવા કુવિચારથી રાજા જયસિંહ કુમારપાળને મારી નાખવા અનેક યુક્તિઓ શોધવા લાગ્યો. ત્યારથી કુમારપાળની નાસભાગ શરૂ થઈ. તેથી કુમારપાળને ઘણા સ્ત્રી અને પુરુષો સાથે સંબંધ થયો. અનેક મુશ્કેલીઓનો સામનો કરી કુમારપાળ ભાગ્યયોગે અને આયુષ્ય બળવાન હોવાથી દરેક વખતે જયસિંહની જાળમાંથી આબાદ છટકી જતો. પ્રસંગોપાત્ત કવિએ સજ્જનની સજ્જનતા તેમ જ વૃક્ષો અને તિર્યચો પણ અપકારી પર ઉપકાર કરે છે તેવું કહેલ છે.
કુમારપાળની રઝળપાટના અંતે હેમચંદ્રાચાર્યનું મિલન થયું. તેમના મુખેથી સં. ૧૧૯૯ મહા વદ ૪, રવિવાર પુષ્યનક્ષત્રના દિવસે મધ્યાહન સમયે રાજ્યાધિકારી બનશો. આ સાંભળી કુમારપાળ અત્યંત હર્ષિત બન્યો. એવામાં ઉદયમંત્રી આવ્યા. આચાર્યએ રાજકુમારના રક્ષણની જવાબદારી તેમને સોંપી. સિદ્ધરાજને એ વાતની ખબર પડી તેથી ઉદયમંત્રીએ તેમની સુરક્ષા માટે નાસી જવાનું કહ્યું. કુમારપાળ નાસીને હેમચંદ્રાચાર્ય પાસે આવ્યા. તેમણે ઉપાશ્રયના ભોંયરામાં છુપાવ્યો અને ઉપર પુસ્તકો મૂક્યાં. આ રીતે ઉદય મંત્રી અને હેમચંદ્રાચાર્યની મદદથી કુમારપાળ બચી ગયો. ત્યારપછી વિદેશમાં કુમારપાળે ભ્રમણ કર્યું. અનેક સંકટો સહન કરી સિદ્ધરાજના મૃત્યુના સમાચાર સાંભળી તે પાટણમાં આવ્યો અને પ્રધાનોએ કુમારપાળને આચાર્યશ્રીના કહેલા દિવસે રાજગાદી આપી.
અહીં કવિએ જયસિંહ રાજાની ચિતાનું માર્મિક વર્ણન કરેલ છે. રાજરીત પ્રમાણે મરણક્રિયા કરવામાં આવી. અગર, કપૂર, આદિ સુગંધી પદાર્થો સહિત
42 * જૈન રાસ વિમર્શ