________________
યોગ્ય ફળ મળે.
રૂપસુંદરી પોતાના પુત્રને લઈ ભાઈ સુરપાળ પાસે ગઈ. તે લૂંટારો હોવાથી તેની સાથે રહી વનરાજ ચોર શિરોમણિ બન્યો. જેવો સંગ તેવો રંગ! વનરાજે પોતાની બહાદુરીથી દ્રવ્ય લૂંટી લશ્કર વધાર્યું અને સુભટોની મદદથી ધીરે ધીરે સમગ્ર ગુજરાત પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું. ત્યાર પછી વનરાજે ‘અણહિલપુર પાટણ' નામનું શહેર વસાવ્યું. કવિએ અહીં પૃ.૧૦ થી ૧૫ સુધી કડી ૧૦૦થી ૩૮) પાટણની સુંદરતા અને વિશાળતાનું વર્ણન કર્યું છે.
પાટણ નગરીમાં બાવન વવા વર્તે છે. દા.ત. વાડી, વન, વેલી, વનિતા, વ્યાપારી, વૈદ્ય, વીણા, વિપ્ર, વર્ણ, અઢાર, વારિ, વાજિત્ર, વ્યાકરણી, વીંઝણા, વેદનાજ્ઞાતા ઈત્યાદિ વસ્તુઓથી નગરીનું સૌંદર્ય દીપે ઊઠે છે. ત્યાર પછી કવિએ નગરીની વિશાળતાનું વર્ણન કરવાં એક રમૂજી રૂપક રજૂ કર્યું છે.
વનરાજ ચાવડો, સિદ્ધરાજ જયસિંહ અને સાનમંત્રીના જીવન પ્રસંગો કવિએ રસભરી રીતે આલેખ્યાં છે. ત્યાર પછી કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યનો જીવન વૃત્તાંત દર્શાવે છે. ધંધુકા શહેરમાં મોઢ જ્ઞાતિમાં ચાચોશાહ શેઠ અને તેમની ધર્મપત્ની ચાહની રહેતાં હતાં. જેઓ જૈનધર્મી હતાં. તેમને ત્યાં સંવત ૧૧૪૫ના કાર્તિકપૂર્ણિમાના દિવસે દેવકુમાર જેવો સ્વરૂપવાન અને તેજસ્વી પુત્ર જન્મ્યો તે વખતે આકાશવાણી થઈ કે તેમનો પુત્ર બ્રહ્મચારી થશે. ચારિત્ર લઈ જૈન ધર્મ દીપાવશે. તે બાળકનું નામ ચંગદેવ પાળ્યું. પાંચ વર્ષની ઉમરે માતાએ દેવચંદ્રસૂરિ (ચંદ્રગચ્છ)ના કહેવાથી બાળકને જિનશાસનના ચરણે સોંપ્યું. ચંગદેવ નવ વર્ષની ઉમરે દીક્ષિત થયા. તેમનું સોમદેવ મુનિ નામ પડ્યું. ત્યાર પછી કવિએ હેમચંદ્ર નામ સાથી પડ્યું તે દર્શાવ્યું છે.
એક દિવસ કુમારપાળ નામનો સિદ્ધરાજના પિત્રાઈભાઈ ત્રિભુવનપાળનો પુત્ર સિદ્ધરાજની સભામાં આવ્યો. ત્યાં તેણે હેમચંદ્રાચાર્યને જોયા. તેમને જોઈને તે હર્ષિત થયો. હેમચંદ્રાચાર્યે કુમારપાળને શીલ અને સત્ત્વગુણની મહત્તા દર્શાવી. જેમાં પૌરાણિક કથાઓ અને જેને ઐતિહાસિક દૃગંતો ટંકાયેલા છે.
સિદ્ધરાજ જયસિંહની પુત્રપ્રાપ્તિની ઝંખના. તેણે પુત્રપ્રાપ્તિ માટે અનેક દેવદેવીઓની માનતા કરી હેમસૂરિ સાથે શેત્રુંજય તીર્થની યાત્રા, સૂરિને
કુમારપાળ દાસ 341