________________
“કવિતા કાવ્ય શ્લોકને દુહા, કવ્યા કવિ જિંઈ આગઈ હુઆ સરસ સુકોમળ આણ્યા જેહ, રાસમાંહિ લેઈ આયાતેહ હુઆ”
આમ પૂર્વ કવિઓએ વાપરેલાં કવિત, કાવ્ય, શ્લોક અને દુહાનું અનુકરણ પણ કવિએ તેમાં કર્યું છે એમ જણાવી પૂર્વકવિઓનું ઋણ પણ કવિ સ્પષ્ટપણે સ્વીકારે છે. આ રાસનો કથાભાગ કે વસ્તુ ગૌણ છે, અમારિ (અહિંસા-જીવદયા), શીલ, દાન, તપ, ભાવ, આદિ જે સદાચારના સિદ્ધાંતો ઉપર જૈન ધર્મ પર ખાસ ભાર મૂકે છે, તેનો આ રાસનો પ્રધાન વિષય છે.” (બ. ક. ઠાકોર)
આ રાસના ખંડ ૧લામાં કવિએ ખંભાતમાં પોતાના સમયમાં પ્રચલિત સિક્કાઓની યાદી આપી છે જે ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયોગી છે. આ રાસમાંથી, કવિની કાવ્યશક્તિનો પરિચય કરાવે એવા કેટલાક નમૂના જોઈએ.
આંબાના ફળનો રસનો સ્વાદ અને આંબાના વૃક્ષનું વર્ણન પ્રથમ જોઈએ.
કુમારપાલ નૃપ ચાલ્યો જસઈ, અતિ અંબાવન દીઠું તસઈ, લેઈ લુંબ બઈઠો તેણઈ ઠાય, કુમારપાલ તિહા અંબા ખાય.”
સરલ ભાષામાં કરેલું આંબાનું આ આબેહૂબ વર્ણન આજે પણ સુંદર લાગે છે. કવિએ નિર્દેશેલી આંબાની ઉત્તમ નર સાથે સરખામણી પણ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.
ત્યારબાદ જ્યાં અલંકાર તત્ત્વનાં આપણને દર્શન કરાવે છે. હવે એક યોગીની ફરિયાદ જોઈએ. એક પુરુષની સ્ત્રીને ગામનો ધણી ઉપાડી ગયો છે અને તેના દુખે યોગી થયેલો તે પુરુષ કુમારપાલ રાજા પાસે ફરિયાદ કરે છે.
નિત ઝૂરું દુખીઓ ફરું, જોઉં તે ગામો ગામિ, સીતાતણઈ વિયોગ કે, કિમ રોયો જગિ રાંમ, રામ રડત વનિ રડ્યું. રડ્યા તેહ મૃગલાય, ચેયા તે વનમાં પંગિયા, ચેતા ચ્ય િવિયાય.”
પૃ.૧૩૫-૩૬, કડી ૧૬ થી ૨૮) અહીંયાં કવિએ વાપરેલી ઉપમાઓ, દૃષ્ટાંતો અને રૂપકો વગેરે કવિની કવિત્વ શક્તિનો સુંદર પરિચય કરાવે છે.
કુમારપાળ ચસ 339