________________
અસુર્ય વિમાની પૃથ્વીરાય, શસ્ત્રો તિહાં છેધો નિજપાય; ચમ મંસ મંકોડા મુખિ, ભૂપઈ અલગો મુક્યો સુMિ
કુમારપાળ રાજા અભયદાન દેનારા હતા તે કાવ્યપ્રસંગ ઉત્તમ રીતે કર્તાએ અહીં દર્શાવેલ છે. એક વાર કુમારપાળ રાજા કાઉસગ્નમાં ઊભા હતા ત્યારે પગે ચોટેલો મંકોડો જણાપૂર્વક ધીમેધીમે ઉખેડવા છતાં પણ ઊખડ્યો નહિ ત્યારે કરુણાના ભંડાર તે નૃપતિએ મંકોડાને ઈજા ન થાય માટે મંકોડાના પ્રાણ બચાવવા શાસ્ત્ર વડે પોતાના શરીરના જે ભાગે મંકોડો ચોંટ્યો હતો તે ભાગની ચામડી માંસ સહિત કાપી નાખી. આ પ્રમાણ તે દયાળુ ભૂપાળે મંકોડાની યથાર્થ રક્ષા કરી.
શત્રુ કરતાં વધુ શક્તિ હોવા છતાં ક્ષમાધારણ કરનાર વ્યક્તિ ઉત્તમ છે. તે પ્રસંગે કવિએ રામચંદ્ર, પાર્શ્વનાથ પ્રભુ, ચરમ તીર્થકર વીપ્રભુ, બાહુબલી, પુંડરીક અને કંડરીક, સનતકુમાર ચક્રવર્તી ઇત્યાદિ બળવાન હોવા છતાં ક્ષમા રાખી સમતાગુણને ખીલવ્યો તેથી તેઓ વંદનીય છે.
હેમચંદ્રાચાર્ય જ્ઞાનના ભંડાર અને મહાપંડિત છે એવું જાણી કુમારપાળ રાજાએ પોતાના પૂર્વભવનો તેમ જ આગામી ભવનો વૃતાંત પૂછ્યો. (૧) પૂર્વભવે હું કોણ હતો. (૨) આવતા ભવમાં હું કઈ ગતિમાં જઈશ? (૩) સિદ્ધરાજ જયસિંહ સાથે મારે વૈરનું કારણ શું હતું? (૪) આપની સાથે
સ્નેહભાવ શાથી? (૫) ઉદાયન મંત્રીનો મારા પર પ્રેમ શાથી? ત્યાર પછી જંબુસ્વામીના નિર્વાણ બાદ દશ બોલ વિચ્છેદ ગયા તે કવિએ દર્શાવેલ છે.
રાજા કુમારપાળે ગુરુ મુખેથી દાન-શિયળ-તપ અને ભાવધર્મનો મહિમા સાંભળી પોતાની લક્ષ્મીનો સાત ક્ષેત્રમાં (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, પ્રતિમા, દેરાસર, જ્ઞાન આ સાત ક્ષેત્રમાં દાન આપનાર મહાશ્રાવક કહેવાય છે.) સદ્વ્યય કર્યો. અનેક જિનમંદિરો બંધાવ્યાં. જીર્ણ જિનમંદિરોનાં સમારકામ કરાવ્યાં. પ્રતિમાઓ પધરાવી. પુસ્તક ભંડારો કરાવ્યા. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રની છત્રીસ હજાર શ્લોકની પ્રતો સુવર્ણ અક્ષરે લખાવી. તેનું બહુમાન કરવા તે પોથી હાથીની અંબાડી પર મૂકી ધામધૂમથી વરઘોડો કાઢી સકળ સંઘ સહિત ઉપાશ્રયે આવી ગુરુ મહારાજને વિનયપૂર્વક વહોરાવી. અગિયાર અંગ, બાર ઉપાંગ, સોનાના અક્ષરથી લખાવ્યા. યોગશાસ્ત્રના બાર પ્રકાશ અને વીતરાગ સ્તવના વીશ પ્રકાશ એ રીતે બત્રીશ પ્રકાશ સુવર્ણ અક્ષરે લખાવી તે પોથી નિત્ય ગણવા માટે રાજાએ પોતાની પાસે રાખી.
કુમારપાળ રાસ * 345